મોનસુન કામગીરીમાં વીજ નીગમની ઘોર બેદરકારીથી વીજ કરંટ લાગતા બે ભેંસના મોત

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
મોનસુન કામગીરીમાં  વીજ નીગમની ઘોર  બેદરકારીથી વીજ કરંટ લાગતા બે ભેંસના મોત 1 - image


Vadodara Pre Monsoon Work : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં નીલાંબર ચેમ્બર ચાર રસ્તા પાસેની ગલીમાં એમજીવીસીએલની પ્રિમોશન કામગીરીમાં ઘોર બેદરકારીના કારણે બે ભેંસના કરુણ મોત નીપજતા પશુ પ્રેમીઓ સહિત શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

અત્યારે ઉલ્લેખનીય છે કે વરસાદની મોસમ અગાઉ એમજીવીસીએલ દ્વારા કરાતી પ્રમોશનની કામગીરીમાં વૃક્ષનું ટ્રીમીંગ સહિત લટકતા કેબલો સહિત વિવિધ ચેકિંગ કરવાનું હોય છે. ભયજનક જગ્યાઓએ પ્રિ-મોનસુન કામગીરીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે કામગીરી કરવાની હોય છે. જો આવી કામગીરી કરવામાં ન આવે તો ક્યારેક વીજ કરંટ પણ ઉતરતા મોટી જાનહાની થઈ શકે છે.

આવી જ એક કરુણ દુર્ઘટના શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નીલાંબર ચેમ્બર પાસેની ગલીમાં સર્જાઇ હતી. જ્યાં વીજ કરંટથી બે ભેંસના કરૂણ મોત નીપજ્યા છે. એમજીવીસીએલની પ્રિમોન્સૂન કામગીરીમાં ઘોર બેદરકારીના કારણે વૃક્ષનું ટ્રીમીંગ અને લટકતા વીજ વાયરો મુખ્ય ગણાય છે. આવી જગ્યાએથી સ્કૂલે જતાં નાના ભૂલકા વાનમાં પસાર થતા હોય છે ત્યારે પણ આવી દુર્ઘટના સર્જાતી અટકી છે. આમ એમજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે બે ભેંસના કરૂણ મોત નીપજતા પશુ પ્રેમીઓ અને શહેરીજનોમાં રોષ ફેલાયો છે.


Google NewsGoogle News