Get The App

વડોદરામાં નાગાબાવાના વેશમાં દુકાનમાં રાખેલ રૂપીયા લઇ જવાના ગુનાના વધુ બે આરોપી ઝડપાયા

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
વડોદરામાં નાગાબાવાના વેશમાં દુકાનમાં રાખેલ રૂપીયા લઇ જવાના ગુનાના વધુ બે આરોપી ઝડપાયા 1 - image


Vadodara Crime News : વડોદરા શહેરમાં બનતા મિલ્કત સંબધી ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમો મિલ્કત સબંધી ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી કરી રહી હતી. દરમ્યાન બાતમીદારથી મળેલ બાતમી આધારે સનફાર્મા રોડ બ્રમ્હકુમારી આશ્રમ પાસેથી શંકાસ્પદ જણાયેલ ઇસમ નસીબનાથ સમજુનાથ મદારી (રહે. ગામ રીંટોડા તા.ભિલોડા જી.અરવલ્લી) તથા સાવનનાથ સુરમનાથ મદારી (રહે.હાલોલ, જુના રેલ્વે સ્ટેશન પાસે, રામદેવ મંદીર પાસે જી.પંચમહાલ)ને શોધી કાઢ્યા હતા.

બંનેની સઘન પુછપરછ દરમ્યાન થોડા દીવસ પહેલા વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ જેમાં દસેક દીવસ પહેલા ઓટોરીક્ષામાં ત્રણ ઇસમો નાગાબાવાના વેશમાં ડભોઇ રોડ સોમાતળાવ ક્રોસ રોડ પરની બેનર પ્રિંટીંગની દુકાનમાં જઇ દુકાનદારને વાતોમાં પરોવી દુકાનદારના ટેબલ પરના ડબ્બામાંથી રૂપીયા ખાઇ જઇ ગાયબ કરવાનુ જણાવતા ત્યારે દુકાનદારને આરોપી ખાલી જ પુછતો હશે તેમ માની લઇ હા પાડતા ત્યારે આરોપીએ દુકાનદાર સામે ડબ્બામાંથી કાઢેલ રૂપીયા મોંઢામાં નાંખવાનો ઢોંગ કરી દુકાનદારની નજર ચુકવી રૂ.13,000ની રકમ લઇ ગયેલા ગુનામાં બન્ને આરોપીઓની સંડોવણી જણાઇ આવી હતી. બન્ને ઇસમ પાસેથી રૂ.3000ની રકમ મળી આવતા આ રૂપીયા તેઓએ સોમા તળાવ ખાતે દુકાનદાર સાથે કરેલ ગુનાહીત કૃત્ય કરી મેળવેલ રૂપીયા પૈકીના રૂપીયા હોવાનુ જણાવતા જેથી આ બન્ને પકડાયેલ આરોપીઓને આગળની વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.


Google NewsGoogle News