ઓનલાઇન ટિકિટ બુકિંગથી ગાંધીનગર ડેપોને રૃપિયા ૨.૯૪ લાખની આવક
દિવાળીપર્વમાં ટિકિટ બુકિંગ માટે ધસારો
ધનતેરસના દિવસે રૃા. ૯૫ હજારની ટિકિટ નગરજનોએ બુક કરાવી હતી
એસ.ટી. નિગમ દ્વારા ઓનલાઇન બુકિંગ સિસ્ટમ શરૃ કરવામાં આવતા
તેનો મુસાફરો પણ રજાઓ તેમજ તહેવારોનો સમય ઉત્સાહભેર લાભ લઇ રહ્યા છે અને પોતાની
સીટ બુક કરાવતા હોય છે.ત્યારે ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા દિવાળીના પર્વને ધ્યાને
રાખી વધારાની બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વસવાટ
કરતા નગરજનોને વતન તરફ તેમજ ધામક સહિત અન્ય સ્થળોની મુલાકાતે આવન- જાવનમાં સાનુકૂળતા મળી શકે તે પ્રકારે
સુવિધા પૂરી પાડવામાં આવી હતી.અગિયારસના દિવસથી દિવાળી પર્વનો પ્રારંભ થયો
હતો.ત્યારે ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસ વિવિધ રૃટ ઉપર દોડાવવામાં આવી
હતી. સૌરાષ્ટ્ર, કચ્છ તથા
દક્ષિણ અને ઉત્તર ગુજરાતના રૃટ ઉપર આ દિવસો દરમિયાન એક્સ્ટ્રા બસ અવરજવર કરી હતી.
તો ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ કરાવવામાં પણ ભારે ધસારો જોવા મળ્યો હતો.આમ આ સુવિધાનો
લાભ લઈને આ દિવસો દરમિયાન ગાંધીનગરના મુસાફરોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવીને મુસાફરી
કરી હતી.જેના પગલે ગાંધીનગર ડેપોને ૨,૯૪,૯૫૧ રૃપિયાની આવક
પ્રાપ્ત થઈ છે.જેથી મુસાફરોને પણ આવનજાવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે
પ્રકારે વ્યવસ્થા હાથ ધરીને બસનું સંચાલન દિવાળી પર્વમાં ગાંધીનગર ડેપો દ્વારા
કરવામાં આવ્યું હતું.આ દિવસો દરમિયાન ૧૧૦૦૦થી વધુ મુસાફરોએ લાભ લીધો હતો.તો બીજી
તરફ ધનતેરસના દિવસે રિઝર્વેશન કાઉન્ટર ઉપર રૃપિયા ૯૫૦૦૦ની ટિકિટ બુક કરવામાં આવી
હતી.