કાર ઓછા ભાવમાં અપાવાનું કહી સુરતના ઠગ દ્વારા રૂ.2.88 લાખ ઠગાઇ
image : Freepik
Car Fraud in Vadodara : બજાર કિંમત કરતા ઓછા બે લાખનો ફાયદો કરાવી કાર અપાવવાનું કહી સુરતના ભેજાબાજે એલેમ્બિંક કંપનીના કર્મચારી પાસેથી 2.88 લાખ પડાવી લીધા હતા. પરંતુ ઠગે કોઇ પ્રકારના ડોક્યુમેન્ટનસી માગણી નહી કરતા કર્મચારીએ ફોન કર્યો હતો પરંતુ સ્વિચ ઓફ આવ્યો હતો. જેથી તેના અન્ય મિત્ર પાસે તપાસ કરતા તેને પણ 30 હજારના ફાયદો કરાવાની લાલચ આપીને 74 હજાર ચાઉ કરી નાખ્યા હતા. જેથી એલેમ્બિક કંપનીના કર્મચારીએ ઠગ સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારમાં સમન્વય વેસ્ટ બ્રિજ સેવા રેસિડેન્સીમાં રહેતા મીત અશ્વીનભાઇ બગડાઈ એલેમ્બિક કંપનીમાં નોકરી કરે છે તેઓએ ફરીયાદ નોંધાવી છે કે મારે એકટીવા સ્કુટર લેવાનુ હોય મારા મિત્ર મીલનભાઈ જસાણી દ્વારા નીકુંજ કીરણભાઈ ભડીયાદ્રા (રહે. ગંગા રેસીડેન્સી સીંગળપોળ ક્રોસવે ચાર રસ્તા સુરત)ની ઓળખાણ થઇ હતી. તેણે અમોને અમીદીપ હોન્ડા શો રૂમ નાના વરાછા સુરત ખાતેથી એકટીવા બજાર ભાવ કરતા 17 હજાર જેટલા ઓછા ભાવથી આપી હતી. જેથી અમને તેતના ઉપર વિશ્વાસ આવી ગયો હતો. વળી મારે કાર લેવાની હોય તેઓની સાથે વાત કરતા બજાર ભાવથી બે લાખ જેટલો ફાયદો કરાવી આપવાની લાલચ આપી હતી. જેથી અમે 26 નવેમ્બર 2023ના રોજ તેઓ પાસે કાર બુક કરાવી હતી અને તેઓના કહ્યા પ્રમાણે તેમના ખાતામાં 2.88 લાખ જમા કરાવ્યા હતા. તેઓએ અમને કહ્યું હતું કે મારા ઓળખીતામાં ત્રણેક શો રૂમવાળા છે. જે પૈકી એકમાંથી જાન્યુઆરી 2024મા ડીલીવરી આપી દેવાની વાત કરી છે. પરંતુ નીકુંજ કીરણભાઈ ભડીયાદ્રાએ મારી પાસે કોઈ પણ પ્રકારના ડોકયુમેન્ટ માંગ્યા ન હતા. તેઓના સંપર્ક નંબર ઉપર ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. અમે દસેક દીવસ રાહ જોયા બાદ સુરત તેઓના ઘરે જઈ તપાસ કરતા તેના માતા પિતા મળ્યા હતા. તેઓએ અમારો દીકરા કયાં છે તેની અમને ખબર નથી તેમ જણાવ્યું હતું. અમે તસ કરતા મારા મિત્ર મીલનકુમાર શામજીભાઈ જસાણી (રહે. અટલાદરા વડોદરા) ને પણ નીકુંજ ભદીયાદ્રાએ બાઇકમાં 30 હજારનો ફાયદો કરાવી આપવાની લાલચ આપી 74 હજારની રકમ પડાવી છેતરપીંડી આચરી હતી.