Get The App

38 બગીચાઓના મેઈન્ટેનન્સ માટે 2.54 કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવશે

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
38 બગીચાઓના મેઈન્ટેનન્સ માટે 2.54 કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવશે 1 - image


ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં

એલ-૧ એજન્સીએ લઘુતમ વેતન ધારાનું પાલન નહીં કરતા એલ-૨ આવેલી એજન્સીના કામ આપી દેવાયું ઃ સ્થાયી સમિતિનો નિર્ણય

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૮ બગીચાઓના મેઇન્ટેનન્સ માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં એલ વન આવેલી એજન્સીએ લઘુતમ વેતન ધારાનું પાલન નહીં કરી ભાવ ભર્યા હોવાનું બહાર આવ્યા બાદ સ્થાયી સમિતિના ચેરમેનના પત્ર બાદ એલ ટુ આવેલી એજન્સીને કામ આપવા દરખાસ્ત કરવામાં આવી હતી અને જેને ગઈકાલે મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે હવે ૨.૫૪ કરોડ રૃપિયાના ખર્ચે બે વર્ષ સુધી બગીચાઓનું મેઇન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકા પાસે હાલ નાના-મોટા ૧૦૦થી વધુ બગીચાઓ આવેલા છે ત્યારે આ બગીચાઓની જાળવણી અત્યંત મહત્વની છે. કેમકે મહત્તમ બગીચાઓ ગ્રીનરી ધરાવે છે અને ઉનાળાની તુ દરમિયાન બગીચાના વૃક્ષો અને લોનને યોગ્ય રીતે પાણી આપી તેની નિભાવણી કરવા માટે અલગ અલગ એજન્સીઓ રાખવામાં આવી રહી છે ત્યારે કોર્પોરેશન હસ્તકના વધુ ૩૮ જેટલા બગીચાઓની નિભાવણી માટે ટેન્ડર પહાડ પાડવામાં આવ્યું હતું.

જેમાં એલ વન આવેલી આર.પી હોર્ટીકલ્ચર સવસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ૨.૧૬ કરોડ રૃપિયાનો ભાવ ભરવામાં આવ્યો હતો પરંતુ બે વર્ષ સુધી મેઇન્ટેનન્સના કામ માટે ટેન્ડર ભરનાર આ એજન્સીએ લઘુત્તમ વેતન ધારનું પાલન નહીં કર્યું હોવાનું સ્થાયી સમિતિના ચેરમેન જશવંતભાઈ પટેલના ધ્યાને આવ્યું હતું. જેથી આ બાબતે તેમણે સિટી ઈજનેર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરીને વિગતો મેળવી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો.

જેને અનુસંધાને કમિશનર દ્વારા એલ ટુ આવેલી એક્ટિવ પ્લાન્ટેશનનું ૨.૫૪ કરોડ રૃપિયાનું ટેન્ડર મંજૂર કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલી આપી હતી અને ગઈકાલે મળેલી બેઠકમાં આ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. જેથી આ એજન્સી દ્વારા ૫૮ જેટલા માળી અને ત્રણ ગાર્ડ રાખીને બગીચાઓની નિભાવણી કરવામાં આવનાર છે.

માળીએ અઢી હજાર ચોરસ મીટર વિસ્તારની નિભાવણી કરવી પડશે

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલા ૩૮ બગીચાઓના મેઇન્ટેનન્સના ટેન્ડરમાં એવી પણ શરત રાખવામાં આવી છે કે એક માળી દ્વારા ઓછામાં ઓછા અઢી હજાર ચોરસ મીટર વિસ્તારના નિભાવણી કરવી પડશે. નાના-મોટા બગીચાઓના વિસ્તાર પ્રમાણે એજન્સી દ્વારા માળીની નિમણૂક કરવામાં આવશે. કેમકે ઘણા મોટા બગીચાઓ છે જેમાં એક કરતાં વધુ માળી રાખવા પડે એમ તેમ છે જ્યારે નાના બગીચાઓ છે જ્યાં એક માળી કામ પૂર્ણ કરીને અન્ય બગીચાઓમાં પણ મદદરૃપ થઈ શકે.


Google NewsGoogle News