વડોદરાના સુલતાનપુરા વિસ્તારમાં યુવકના મોપેડની ડીકીમાં મુકેલા 8.70 લાખમાંથી 2.50 લાખની ચોરી
વડોદરા,તા.22 નવેમ્બર 2023,બુધવાર
વડોદરા સુલતાનપુરા વિસ્તારમાં આંગડિયા પેઢીમાં સુરત 50 હજાર આગડિયુ કરવા માટે ગયેલા યુવકના ડિકી મુકેલા 8.70 લાખમાંથી કોઇ શખ્સ 2.50 લાખ ચોરી ગયું હતું. મોપેડ મુકી યુવક 50 હજાર સુરત માકલવા માટે પેઢીમાં ગયો બાદમાં રૂપિયા ડિકીમાં રહી ગયા હોવાનું યાદ આવતા પરત આવી રૂપિયા કાઢતો હતો ત્યારે 2.50 લાખ ઓછા જણાયા હતા. જેથી તેણે કોઇ રૂપિયા કાઢી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોધાવી છે.
માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસેના અયોધ્યાનગરમાં રહેતા પાર્થ સિતારામ મહડીકે ફરિયાદ નોંધાવી છે કે ગત 4 નવેમ્બરના રોજ હુ મારા શેઠ પુનિતભાઈની ઓફિસ એન-૫ ઘવલ ગીરી એપાર્ટમેન્ટ કુબેર ભવનની બાજુમાં રાવપુરા ખાતે હાજર હતો. તે સમય દરમિયાન બપોરે મારા શેઠ પુનિતભાઈએ મને કહ્યું હતું કે તુ આઈ.ડી.બી.આઈ બેંક મુક્તાનગર કારેલીબાગથી રૂ.8,70,000 ઉપાડી મારા મિત્ર અશોકભાઈ સોમાભાઈ વાઈડે (રહે-કારેલીબાગ)ને રૂ.8,70,000 આપી દેજે. જેથી હુ મારા શેઠ પુનિતભાઈના આઈ.ડી.બી.આઈ બેંક અકાઉન્ટમાથી ચેકથી રૂ.3,70,000 તથા મારા શેઠ પુનિતભાઈની પત્નિ નામે નિતાબેનના આઇ.ડી.બી.આઈ બેંકમાથી ચેકથી રૂ.5,00,000 મળી રૂ.8,70,000 ઉપાટી મે અશોકભાઈને ફોન કરી આઈ.ડી.બી.આઈ બેંક મુક્તાનગર કારેલીબાગ બોલાવી આશરે બે વાગ્યે આપી દીધા હતા. ત્યારબાદ હુ મારા શેઠ પુનિતભાઈની ઓફિસ ઉપર જતો રહ્યો હતો. ત્યારબાદ સાંજના ચારેક વાગ્યે મારા શેઠ પુનિતભાઈનો ફોન મારા ફોનમાં આવ્યો હતો મને કહ્યું હતું કે તુ ઓફિસેથી રૂ.50,000 લઈને સુલતાનપુરા ખાતે જઈ અરવિંદકાંતી આંગડીયા પેઢીમાંથી મારીબેન શ્વેતાબેન રાહુલભાઇ અગ્રવાલ (રહે-સુરત)ને આંગડીયુ કરી દેજે. અશોકભાઈ પાસેથી આપેલા રૂ.8,70,000 પણ ત્યા તને આપવા આવજે. જે એ રૂપીયા તુ લઈ લેજે જેથી હુ ઓફિસેથી રૂ.50,000 લઈ મારા શેઠ પુનિતભાઇની મોપેડ લઈ સુલતાનપુરા ન્યુ લહેરીપુરા રોડ એસજી આંગડીયા પેઢી પાસે આશરે સાડા ચારેક વાગ્યે આવેલા અને અશોકભાઇએ મને ત્યા રૂ.8,70,000 રોકડા આપતા મે આ રૂપીયા ગણી મોપેડની ડેકીમાં મુકી શ્વેતાબેનને રૂ.50,000 આંગડીયુ કરવા ગયો અને અરવિંદકાંતી આંગડીયા પેઢીમાં અંદર જ તાજ મને યાદ આવ્યું હતું કે હુ અશોકભાઇએ આપેલા રૂ.8,70,000 મોપેડની ડેકીમાં જ ભુલી ગયો છું. જેથી હું તરતજ મે જ્યા રૂપીયા જોતા તેમાથી રૂ.2,50,000 ઓછા હતા જેથી કોઇ કાઢી લીધા હોવાની મે તરત જ મારા શેઠ પુનિતભાઇને જાણ કરી હતી. જેની તપાસ કરવા છતાં રૂપિયા કોઇ કાઢી ગયું તેનો પત્તો લાગ્યો નથી. જેથી પોલીસે સુલતાનપુરા વિસ્તારમાં તપાસ શરૂ છે.