વાઘોડિયા-આજવા ચોકડીની વચ્ચે હાઈવે પર કારમાંથી અઢી લાખ રોકડાની ચોરી
image : Freepik
Theft Case in Vadodara : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માધવપુરા ગામે રહેતા ભરતભાઈ ગોકળભાઈ પટેલ ખેતી કામ કરે છે. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મૂળ બાલાસિનોરના અને હાલમાં સમા વડોદરા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ રસિકભાઈ શાહ સાથે પૈસાની લેતી દેતી બાબતે લુણાવાડા કોર્ટમાં 138 મુજબની ફરિયાદ મારા વિરુદ્ધમાં કરી છે જે કોર્ટમાં પેન્ડિંગ છે. કમલેશભાઈ શાહ સાથે સમાધાન પેટે અઢી લાખ આપી બાકી નીકળતા રૂપિયા થોડા થોડા કરી ચૂકવી આપવા માટે સોનાના દાગીના ગીરવે મૂકી 2.59 લાખની ગોલ્ડ લોન લીધી છે.
તે પૈકી અઢી લાખ રૂપિયામાં મૂકીને મારી કાર લઈને ગત 14મી તારીખે હું હાલોલ ખાતે મારા કાકાની દીકરીના ઘરે વાસ્તુના કાર્યક્રમમાં ગયો હતો. વાસ્તુનો પ્રોગ્રામ કરી સાંજના 07:00 વાગે હું વડોદરા મારા દીકરાના ઘરે ગયો હતો જ્યાં જમીને સુઈ ગયા હતા. બીજા દિવસે બપોરે 12:15 વાગે હું અઢી લાખ રૂપિયા લઈને કમલેશભાઈ રસિકલાલ શાહને આપવા માટે નીકળ્યો હતો. મારી ગાડી વાઘોડિયા ચોકડી થી આજવા ચોકડી તરફ જતા સર્વિસ રોડ પર પાર્ક કરીને હું દ્વારકેશ હોટલમાં જમવા ગયો હતો. ત્યારબાદ મેં પરત આવીને કાર ચાલુ કરતાં કારમાંથી ધુમાડા નીકળતા હોવાનું એક વ્યક્તિએ મને કહેતા થોડે દૂર જઈને કાર ઉભી રાખી હતી, પરંતુ કારમાંથી કોઈ ધુમાડા નીકળતા ન હતા. હું પરત કારમાં બેઠો ત્યારે મારા કારમાં હેન્ડ બ્રેક પાસે મુકેલા અઢી લાખ રૂપિયા ચોરી થઈ ગયાનું જણાવ્યું હતું