Get The App

કેનેડાની ટિકિટ બુક કરાવી મોંઘી પડી યુવતી સાથે ૨.૪૫ લાખની છેતરપિંડી

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
કેનેડાની ટિકિટ બુક કરાવી મોંઘી પડી યુવતી સાથે ૨.૪૫ લાખની છેતરપિંડી 1 - image


ટ્રાવેલ્સ એજન્સીનો ઓનલાઇન સંપર્ક કર્યા બાદ

ટિકિટ નહીં મળતા આખરે ઈન્ફોસીટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા રાંદેસણની અને કેનેડામાં રહેતી યુવતી દ્વારા કેનેડાની ટિકિટ ટ્રાવેલ્સ એજન્સી મારફતે ઓનલાઈન બુક કરાવવામાં આવી હતી. જે પેટે તેણીએ ૨.૪૫ લાખ રૃપિયા ચૂકવી દીધા હતા પરંતુ ટિકિટ બુક નહીં થતા આખરે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાંદેસણમાં રહેતા કિરીટભાઈ ભગવાનદાસ પટેલ દિકરી કિંજલ વર્ષ ૨૦૧૬ થી કેનેડા ખાતે નોકરી કરે છે અને ગાંધીનગર ઘરે આવજા કરતી હોય છે. ગત વર્ષે કિંજલ કેનેડાથી ગાંધીનગર પરત આવી હતી. બાદમાં પરત કેનેડા જવા માટે તેણીએ નવેમ્બર માસમા તેના ફોનના વોટસએપ ગુ્રપમા અમદાવાદથી કેનેડાની ફ્લાઇટની ટિકિટ બુક કરવા માટે મેસેજ કર્યોે હતો. તે વખતે વોટસએપના માધ્યમ દ્વારા જે.એમ ટ્રાવેલ્સ દ્વારા ટિકિટ બુક કરવા માટે મેસેજ આવ્યો હતો.જે નંબર પર સંપર્ક કરીને કિંજલે ગત નવેમ્બર મહિનામાં કેનેડા જવા માટે તેમજ પરત ભારત આવવા માટે ટિકિટ બુક કરવા પ્રોસેસ કરી હતી. તે પેટે મેં જે.એમ ટ્રાવેલ્સમા પ્રથમ રૃ. ૪૯,૫૦૦ તેમજ રૃ. ૧ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ સંજોગો વસાત ટિકિટની તારીખમા ફેરફાર કરવાનો હોવાથી તેણીએ જે. એમ. ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો હતો.જે ટિકિટની કિંમતમાં ફેરફાર આવતા વધારા ના રૃ. ૯૫,૫૦૦ ટ્રાન્ફર કર્યા હતા. કેનેડા ભારત આવવા જવા માટે તેણીએ કુલ રૃ. ૨.૪૫ લાખ જે. એમ. ટ્રાવેલ્સને ચૂકવી દીધા હતા. બાદમાં કેનેડા પરત જવાનો સમય નજીક આવતા ટ્રાવેલ્સનો નંબર બંધ આવતો હતો અને ટિકિટ પણ મળી ન હતી. જે અંગે તપાસ કરતા માલુમ પડેલ કે આવી કોઈ ટિકિટ બુક જ થઈ નથી. આ અંગે તેણીના પિતાએ ઈન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.


Google NewsGoogle News