સરદાર સરોવર ડેમમાંથી ૨.૪૩ લાખ ક્સુસેક પાણી નર્મદામાં છોડાતા ભરૃચના ગામો એલર્ટ

જો કે આ પાણીથી નદી કાંઠાના ગામોને અસર થાય તેવી શક્યતા જણાતી નથી

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
સરદાર સરોવર ડેમમાંથી ૨.૪૩ લાખ ક્સુસેક પાણી નર્મદામાં છોડાતા ભરૃચના ગામો એલર્ટ 1 - image

ભરૃચ તા.૨૫ સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતા ૨ લાખ ૪૩ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે પરંતુ પૂરનું સંકટ રહેતું નથી. અઢી લાખ કયુસેક જેટલું પાણી નર્મદા નદીમાં રહી શકે તેવી હાલની ગોલ્ડન બ્રિજની સપાટી છે અને કાંઠા વિસ્તારના લોકોને માત્ર સાવચેત રહેવા માટે સૂચન કરાયું છે.

સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવક થવાના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. અઢી લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં ઠલવાતા તંત્રએ કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચનો કર્યા છે. ડેમમાંથી છોડવામાં આવેલા પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં રહી શકે છે પરંતુ પૂરની કોઈ શક્યતાઓ નથી કારણ કે નર્મદા નદીની જળ સપાટી અત્યારે ઘણી ઓછી છે અને અઢી લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં રહી શકે તેમ છે.

આગમચેતીના ભાગરૃપે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ એટલા માટે રહેવાનું કે કાંઠા વિસ્તાર ઉપર જઈ ન શકે નર્મદા નદીમાં ઠલવાતા પાણીના કારણે પૂરનું કોઈ સંકટ હાલ નથી તેમ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું.




Google NewsGoogle News