199 ઝોનલ રૃટમાં જિલ્લાના તમામ 1320 તમદાન મથકો આવરી લેવાશે

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
199 ઝોનલ રૃટમાં જિલ્લાના તમામ 1320 તમદાન મથકો આવરી લેવાશે 1 - image


ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા મતવિભાગમાં

એક રૃટમાં વધુમાં વધુ ૧૦ જેટલાં મતદાન મથકો લેવામાં આવ્યા : રૃટની બસો જીપીએસ સિસ્ટમથી સજ્જ રખાશે

ગાંધીનગર :  લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિસ્તાર માટે આગામી તા.સાતમીના રોજ મતદાન યોજાશે. જેમાં જિલ્લાના કુલ ૧૩,૫૭,૩૬૪ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સમગ્ર મતદાન પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લામાં કુલ ૧૫૫ ઝોનલ રૃટ નક્કી કરી તેમના માટે ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી અંતર્ગત આદર્શ અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ તમામ બેઠકોના ચૂંટણી અધિકારીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મતદાનની તમામ પ્રક્રિયાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે દહેગામ, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, માણસા અને કલોલ એમ વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીઓ દ્વારા પોતાના મતવિસ્તારના મતદાન મથકો અનુસાર રૃટ નક્કી કરવામાં આવ્યા છે.

આ માટે ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગની બેઠકો પર કુલ ૧,૩૨૦ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં દહેગામમાં ૨૪૩, ગાંધીનગર દક્ષિણમાં ૩૫૬, ગાંધીનગર ઉત્તરમાં ૨૪૧, માણસામાં ૨૪૮ અને કલોલમાં ૨૩૨મતદાન મથકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર મતદાન મથક અનુસાર ઝોનલ રૃટ નક્કી કરવામાં આવ્યા છે. દહેગામ બેઠક માટે કુલ- ૨૬, ગાંધીનગર ઉત્તર બેઠક માટે ૩૧, ગાંધીનગર દક્ષિણ માટે ૩૯, માણસા બેઠક માટે ૨૯ અને કલોલ બેઠક માટે ૩૦ ઝોનલ રૃટ નક્કી કરવામાં આવ્યા છે. એક રૃટમાં વધુમાં વધુ ૧૦ મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવે છે. ઝોનલ રૃટ અનુસાર બસના રૃટ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ તમામ બસો જીપીએસ સિસ્ટમથી કનેક્ટ હશે.પાંચેય વિધાનસભા મતવિભાગના રીસીવીંગ સેન્ટરથી આ રૃટમાં બસો ઇવીએમ અને ચૂંટણી સામગ્રી તથા ઇલેક્શન ડયુટીનો સ્ટાફ જશે.એસટી બસ ઉપરાંત બંધ બોડીના મોટા વાહનો, કાર પણ આરટીઓ પાસેથી માંગવામાં આવી છે. જે કુલ ૪૦ જેટલા વાહનો હશે તેના દ્વારા જ્યાં બસ ન જઇ શકે તેવી જગ્યાએ નાના વાહનો-કારમાં ઇવીએમ અને પોલીંગ ટીમ પહોંચશે. 


Google NewsGoogle News