રેલવેના વડોદરા ડિવિઝનના 19 રેલવે કર્મચારીઓનું DRM એવોર્ડથી સન્માન
ફરજ દરમિયાન સતર્કતા રાખીને રેલવે અકસ્માત રોકતા કર્મચારીઓને દર વર્ષે આ એવોર્ડ અપાય છે
વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના ૧૯ રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે આજે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ રેલવે કર્મચારીઓ તેમની ડયુટી દરમિયાન સજાગતા અને સતર્કતા દાખવતા અકસ્માતની ઘટનાઓને રોકવામાં સફળતા મળી હતી.
જે ૧૯ કર્મચારીઓને રેલવે મેનેજર જીતેન્દ્ર સિંહના હસ્તે એવોર્ડ અનાયત કરાયો તેમાં સ્ટેશન અધિક્ષક અનિલ કુમાર ચૌરસિયા, એસએસઈ-રેલપથ મહેશચંદ્ર બૈરવા, ટ્રેકમેન હિમ્મત મોહન, જેઈ-રેલપથ નવીન કુમાર રંજન, ટ્રેક મેન્ટેનર શૈલેશ સબા, પોઈન્ટ્સમેન અનમોલ મહાજન,સુધીર એન. ભટ્ટ,કુમાર સુંદરમ, ટીઆરડી આસિસ્ટન્ટ દિલરાજ માળી, મહિલા હેડ કોન્સ્ટેબલ ભવિશા પાલ, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવ, કોન્સ્ટેબલ ઇશ્તિયાક શેખ,સંજીવ કુમાર, શ્યોરામ જાટ, સહાયક ઉપ નિરીક્ષક બૃજેશ ઉપાધ્યાય, હેલ્પર કેસરી સિંહ પઢિયાર, આસિસ્ટન્ટ પ્રવિણ એસ. રાઠવા, નરેન્દ્ર ઝેડ., ફિટર નૈનેશ બારિયાનો સમાવેશ થાય છે.