Get The App

યુકે મોકલવાના બહાને આમોદરની યુવતી સાથે 19 લાખની ઠગાઈ

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
યુકે મોકલવાના બહાને આમોદરની યુવતી સાથે 19 લાખની ઠગાઈ 1 - image

image : Freepik

વડોદરા,તા.11 જાન્યુઆરી 2024,ગુરૂવાર

વાઘોડિયા તાલુકાના આમોદર ગામે રહેતી ચૈતાલી કલ્યાણસિંહ મહિડાએ વિદેશ જવા માટે એમ.કે ઇમિગ્રેશનનો સંપર્ક કર્યો હતો અને ઈમિગ્રેશનના મયુર બિપિનચંદ્ર પટેલને યુકે મોકલવા માટે વાત કરી હતી. બાદમાં ચૈતાલીએ યુકે જવા માટે મયુર પટેલના કહેવાથી કુલ રૂપિયા 19 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે લાંબો સમય થવા છતાં વિઝાની કોઈ કાર્યવાહી નહીં થતાં પોતે છેતરાઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે ચૈતાલીએ મયુર સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News