Get The App

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 18 મીમી વરસાદ : કરજણ તાલુકામાં 36 મીમી મેઘમહેર

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 18 મીમી વરસાદ : કરજણ તાલુકામાં 36 મીમી મેઘમહેર 1 - image


Vadodara Rain Update : વરસાદની મોસમ અડધા જેટલી પૂરી થવામાં છે. છતાં વડોદરા શહેર-જિલ્લામાં પ્રતિવર્ષ કરતા વરસાદ પ્રમાણમાં ઓછો છે. આમ છતાં શહેર-જિલ્લામાં મેઘાએ ગઈકાલે મહેર કરતા વડોદરામાં અડધા ઇંચથી વધુ (18 મીમી) અને કરજણમાં દોઢ ઇચ (36 મીમી) વરસાદ નોંધાવા સાથે ડેસર તાલુકા સિવાય સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે વરસાદની મોસમ અડધી પૂરી થવા આવી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં હજી સુધી અત્યાર સુધીનો વરસાદ અપૂરતો રહ્યો છે. પરંતુ ગઈકાલે દિવસ દરમિયાન અવારનવાર વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા. માત્ર ડેસર તાલુકો દિવસ દરમિયાન કોરો રહ્યો હતો. વડોદરામાં ગઈકાલે પડેલા 18 મીમી વરસાદ સાથે મોસમનો અત્યાર સુધીનો 231 મીમી નોંધાયો હતો. જ્યારે સાવલી તાલુકામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ 120મીમી સાથે ગઈકાલે માત્ર 6 મીમી વરસાદ નોંધાયો હતો. વાઘોડિયામાં દિવસ દરમિયાન 18 મીમી સાથે મોસમનો કુલ વરસાદ 209 મીમી અને ડભોઇમાં અડધા ઇંચ જેટલા (18 મીમી) સાથે મોસમનો કુલ વરસાદ 287 મીમી થયો છે. આવી જ રીતે પાદરા અને કરજણમાં અનુક્રમે 35 અને 36 મીમી વરસાદ સાથે અનુક્રમે કુલ 205 મીમી અને 312 મીમી સહિત સિનોરમાં દિવસ દરમિયાન 8 મીમી સાથે મોસમનો કુલ વરસાદ 279 મીમી જ્યારે ડેસર તાલુકો દિવસ દરમિયાન કોરો રહેતા અત્યાર સુધીમાં 168 મીમી વરસાદ નોંધાયો છે.


Google NewsGoogle News