ઓનલાઇન ગેમની દોસ્તી ભારે પડીઃવડોદરામાં હાર્ટ સર્જન છું તેમ કહી ચેન્નાઇના મિત્ર પાસે 18લાખ પડાવ્યા

ચેન્નાઇના મિત્રને વડોદરામાં બંગલો જોવા બોલાવ્યો અને રેસ્ટોરાંમાંથી અદશ્ય થઇ ગયો

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
ઓનલાઇન ગેમની દોસ્તી ભારે પડીઃવડોદરામાં હાર્ટ સર્જન છું તેમ કહી ચેન્નાઇના મિત્ર પાસે 18લાખ પડાવ્યા 1 - image

વડોદરાઃ ચેન્નાઇમાં ધિરધારનો વેપાર કરતા એક વેપારીના પુત્રને વિશ્વાસમાં લઇ વડોદરાના ઉત્સવ,તેની ફ્રેન્ડ અને અન્ય એક મિત્રએ જુદાજુદા બહાના બતાવી રૃ.૧૮.૬૦ લાખની છેતરપિંડી કરતાં પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

ચેન્નાઇના કાંચીપુરમ ખાતે રહેતા સુનિલ હનુરામ ચૌધરીએ પોલીસને કહ્યું છે કે,જુન-૨૦૨૧માં બેટલ ગ્રાઉન્ડ ઇન્ડિયા લિ.ના નામે ઓનલાઇન ગેમ રમતો હતો ત્યારે વડોદરાના ઉત્સવ માળી નામના યુવક સાથે મિત્રતા થઇ હતી.ત્યારબાદ સોશ્યલ મીડિયા પર સંપર્ક વધુ ગાઢ બન્યો હતો. ઉત્સવે પોતે દિલ્હી એઇમ્સમાં મોટો હાર્ટ સર્જન હોવાનું અને વડોદરામાં મોટો બંગલો બનાવી રહ્યો હોવાનું કહ્યું હતું.

તેણે કહ્યું હતું કે મારો પગાર મકાનમાં ખર્ચાઇ જાય છે અને પોકેટમનીની જરૃર છે.જે હું પરત કરી દઇશ.જેથી મેં તેના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી.ત્યારબાદ ઉત્સવે કોલેજની ફેરવેલ પાર્ટી માટે રૃ.૨૦ હજાર, દાદીનો બર્થ ડે હોવાથી આઇફોન માટે રૃ.૧.૧૧ લાખ,કરોડપતિ યુવતી વિધિ કુમાવત સાથે લગ્ન થવાના છે..મારી ૨૦૦ કરોડની જમીન વેચાવી આપો..રૃ.૧૦૦ કરોડનો ચેક બાઉન્સ થાય તેમ છે..જેવા કારણો બતાવી કુલ રૃ.૧૮.૬૦ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

ત્યારબાદ મને શંકા જતાં મેં રૃપિયા માંગ્યા હતા.જે તેણે ચૂકવ્યા નહતા.પોલીસે ઉત્સવ માળી,વિધિ કુમાવત અને બેન્ક મેનેજર બનેલા ધુ્રવ પટેલ સામેેેેેેેેેે ગુનો નોંધ્યો છે.

ઉત્સવે ચેન્નાઇના મિત્રને બંગલો જોવા બોલાવ્યો અને રેસ્ટોરાંમાંથી ચાલ્યો ગયો

ઉત્સવે ચેન્નાઇના મિત્રને વિશ્વાસમાં લેવા માટે તેને વડોદરાનો બંગલો બતાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

ચેન્નાઇનો સુનિલ ચૌધરી વડોદરા આવ્યો ત્યારે બંગલો બતાવવાના  બદલે ઉત્સવે તેને અલકાપુરીની હોટલમાં રાખ્યો હતો.બીજા દિવસે અલકા રેસ્ટોરાંમાં તેને લઇ ગયો હતો.

પરંતુ ત્યારબાદ મારે રૃ.૧૦૦ કરોડની ડીલ કરવાની છે તેમ કહી ચાલ્યો ગયો હતો.જેથી ચેન્નાઇનો મિત્ર હોટલ અને રેસ્ટોરાંનું બિલ ચૂકવી પરત ફર્યો હતો.

રૃ.100 કરોડનો ચેક બતાવી કહ્યું,આ ચેક ક્લીયર થાય એટલે રૃ.10 કરોડ તારા

ચેન્નાઇના મિત્રને વિશ્વાસમાં લેવા બેન્ક મેનેજર તરીકે ધુ્રવ પટેલ નામના સાગરીતને વાત પણ કરાવી

ચેન્નાઇના મિત્રને વિશ્વાસમાં લઇ રૃપિયા પડાવવા માટે વડોદરાના ઉત્સવે રૃ.૧૦૦ કરોડની ડીલ થઇ હોવાનું કહી ચેક પણ બતાવ્યો હતો.

આ ચેક ક્લીયર થાય એટલે રૃ.૧૦ કરોડ ચેન્નાઇના મિત્રને આપી દેવાની વાતો કરી ઉત્સવે વારંવાર રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

તેણે ધુ્રવ પટેલ નામના એક સાગરીતની બેન્ક મેનેજર તરીકે ઓળખ આપી વાત પણ કરાવી હતી અને ચેક બાઉન્સ થયો છે તેમ કહી ફરીથી જુઠ્ઠાણંુ ચલાવ્યું હતું.


Google NewsGoogle News