Get The App

શેર માર્કેટમાં રોજનું 12% રિટર્નની વાતમાં ફસાવી બેંક મેનેજર સાથે 18.92 લાખની ઠગાઈ

Updated: May 30th, 2024


Google NewsGoogle News
શેર માર્કેટમાં રોજનું 12% રિટર્નની વાતમાં ફસાવી બેંક મેનેજર સાથે 18.92 લાખની ઠગાઈ 1 - image

image : Freepik

Fraud Case in Vadodara : વડોદરાની ખાનગી બેંકના મેનેજરને શેર માર્કેટમાં રોજનું 10 થી 12% રિટર્ન આપવાની લોભામણી વાતોમાં ફસાવી ઓનલાઇન ઠગોએ બે મહિનાના ગાળામાં જ 18.92 લાખ પડાવી લેતા મેનેજરે સાયબર સેલમાં ફરિયાદ કરી છે. 

કારેલીબાગમાં રહેતા ભાર્ગવભાઈ મનહરે પોલીસને કહ્યું છે કે, જાન્યુઆરી 2024 ના છેલ્લા સપ્તાહમાં હું સોશિયલ મીડિયા પર સર્ફિંગ કરતો હતો તે દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ માટેની એક લિંક પર ક્લિક કરતા મને વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં ટ્રેડિંગ ચાલુ કરવા માટે મીરા નામથી એક મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો તેમ જ સ્ટોકના રિસર્ચ અને આઇપીઓની માહિતી માટે માકૅ બિલ્સોનના નામનો બીજો એક નંબર આપવામાં આવ્યો હતો.

આ ગ્રુપમાં જે લોકો જોડાયા હતા તેઓ તેમની માતબર કમાણીના સ્ક્રીનશોટ મુકતા હોવાથી 16 ફેબ્રુઆરીએ મેં પણ એક એપ ઇન્સ્ટોલ કરી હતી. ત્યારબાદ મને એક લિંક મોકલવામાં આવી હતી જેમાં વેબસાઈટ ખુલી હતી અને મેં મારો મોબાઇલ રજીસ્ટર કરાવતા એપ્લિકેશનમાં સ્ટોકનો રીયલ ટાઈમ ભાવ દેખાડવામાં આવતો હતો તેમ જ મીરા અને માર્ક બિલસન આ એપ્લિકેશન માં સ્ટોક એડજસ્ટ કરતા હતા. 

ખાનગી બેંકના મેનેજર કહ્યું છે કે, મેં આ એપ્લિકેશનમાં રૂ 10,000 નું ઇન્વેસ્ટમેન્ટ કરતા એક જ દિવસમાં 10 થી 12% નું રિટર્ન મળતું હતું. મેં બીજા 50000 એડ કરતા કુલ 60000 ના રોકાણ સામે પ્રોફિટ સામે કુલ 1.48 લાખની રકમ દર્શાવવામાં આવતી હતી. આ દરમિયાન ગ્રુપ એડમીન ના કહેવા પ્રમાણે આઇપીઓ પણ ભર્યો હતો. 

મારા એકાઉન્ટમાં બે મહિનાના જુદા જુદા સમય દરમ્યાન કુલ 18.92 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું જેની સામે પ્રોફિટ સાથે રૂ 69.11 લાખ બેલેન્સ દેખાડવામાં આવતું હતું. ને તેમાંથી 10.50 લાખ ઉપાડતા આ રકમ ઉપડી શકી ન હતી તેમજ રકમ ઉપાડવા માટે ટેક્સ તેમજ બીજા કારણો બતાવીને વધુને વધુ રકમ માંગવામાં આવતી હતી. જેથી મને શંકા પડતા સાયબર સેલ ને જાણ કરી હતી. સાયબર સેલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News