94.18 લાખના સાયબર ફ્રોડ કેસમાં પકડાયેલા 17 આરોપીઓ જેલ ભેગા
Fraud Case Vadodara : એન્જલ-વન નામની ઓનલાઇન એપ્લિકેશન દ્વારા શેર બજારમાં લાખો રૂપિયાનો નફો કમાવવાની લાલચ આપીને ખાનગી કંપનીના પૂર્વ અધિકારીને રૂ.94.18 લાખનો ચુનો ચોપડનાર 17 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
સનફાર્મા રોડ ઉપર વેંદાંત ડૂપ્લેક્સમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના રામાક્રિષ્ણા બેડુદુરીએ ફેસબૂક પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રૂપિયા કમાઓની જાહેરાત જોઇને તેના પર ક્લિક કરતા તેમને એક વોટ્સએપ ગૃપમાં એડ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ઠગોએ અલગ અલગ કંપનીઓના એકાઉન્ટમાં કુલ રૂ.94.18 લાખ જમા કરાવ્યા હતા. જેની સામે 11.26 કરોડનું બેલેન્સ પ્રોફિટ સહિત બતાવતું હતું. પરંતુ આ રકમ ઉપાડી શકાતી ન હતી. આ રકમ ઉપાડવા માટે પણ 3% લેખે 33 લાખની માંગણી કરવામાં આવતી હતી જેથી ફરિયાદીએ સાયબર સેલને જાણ કરી હતી. આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે વડોદરાના જ 17 આરોપીઓની ધરપકડ કરી તમામને બે દિવસના રિમાન્ડ પર લીધા હતા.
17 આરોપીઓમાંથી 11 આરોપીઓ એકાઉન્ટ હોલ્ડર, જ્યારે બાકીના 6 એજન્ટો હતા. આ એજન્ટો તેના માસ્ટર માઇન્ડના ઇશારે કામ કરતા હતા. એજન્ટોને પાંચ લાખના ટ્રાન્ઝેક્શન ઉપર 7 હજાર જ્યારે એકાઉન્ટ હોલ્ડરોને પાંચ હજારનું કમિશન અપાતુ હતું. તેમના રિમાન્ડ પુરા થતા આજે કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
સાયબર ફ્રોડના આરોપીઓ
(1) અબ્રારખાન નવાબખાન પઠાણ ઉ.23, રહે.રાવપુર,વડોદરા (એજન્ટ)
(2) શાહરુખ રઝાકભાઇ વ્હોરા ઉ.25 રહે.સીયાબાગ,વડોદરા (એજન્ટ)
(3) ઝરાર બિલાલભાઇ સોદાગર ઉ.31 રહે.નાગરવાડા,વડોદરા (એજન્ટ)
(4) શેખ અદનાન ઇલ્યાસભાઇ ઉ.22, રહે.તાંદલજા,વડોદરા (એજન્ટ)
(5) કબીરઅહેમદ મોહમદશબ્બીર મન્સુરી ઉ.21 રહે.પાણીગેટ,વડોદરા (એજન્ટ)
(6) સોહીલ કાસમભાઇ શેખ ઉ.25 રહે.નાગરવાડા,વડોદરા (એજન્ટ)
(7) મીર હારીશ સલીમભાઇ ઉ.24, રહે. તાંદલજા,વડોદરા
(8) બેલીમ વસિમખાન ફિરોઝખાન ઉ.24, રહે.સોમાતળાવ,વડોદરા
(9) મોહમદ આફતાબ મુસ્તાકભાઈ બેગ ઉ.22, રહે.સોમાતળાવ,વડોદરા
(10) શેખ સલીમમિયા શોકતહુસૈન ઉ.42, રહે.રાવપુરા,વડોદરા
(11) શેખ લીયાકત યુસુફભાઈ ઉ.47, રહે.પરશુરામ ભઠ્ઠા પાસે,વડોદરા
(12) મહેબુબ ઈબ્રાહિમ આગેવાન, ઉ.22, રહે.આજવા મેઇનરોડ,વડોદરા
(13) શાહરૂખ સીદ્દીકભાઇ ધોબી ઉ.29 રહે.બહુચરાજી રોડ,વડોદરા
(14) સાહીલ યુસુફમીયા શેખ ઉ.24, રહે.યાકુતપુરા,વડોદરા
(15) સૈયદ ઈખ્તીયારઅલી હસમતઅલી, ઉ.22, રહે.બવામાનપુરા,વડોદરા
(16) ગોમેસી મનિષભાઈ દવે ઉ.20, રહે.સીયાબાગ,વડોદરા
(17) રમીજઅલી મુસ્તાકઅલી કાદરી રહે.નાગરવાડા,વડોદરા