ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે આવેલા ગોડાઉનમાંથી ૧૭.૨૧ લાખની ચોરી

વાસી ઉતરાયણના દિવસે ચોર ટોળકી તમાકુના ૩૦૮ બોક્સ ચોરી ગઇ

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે આવેલા ગોડાઉનમાંથી ૧૭.૨૧ લાખની ચોરી 1 - image

 વડોદરાગંગોત્રી એપાર્ટમેન્ટની સામે દયા માધવ હોસ્પિટલની બાજુમાં આવેલા ગોડાઉનમાંથી ચોર ટોળકી ૧૭.૨૧ લાખના તમાકુના બોક્સ ચોરી ગઇ હતી.  જે અંગે વેપારીએ નવાપુરા  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

રાજમહેલ રોડ વ્રજ સિદ્ધિ ટાવરની પાછળ ઉંટખાનાની ગલીમાં રહેતા જીજ્ઞોશ રાજેન્દ્રભાઇ ઠક્કરની ખંડેરાવ માર્કેટ વેરાઇ માતા ચોક ગુરૃદ્વારા સામે જલારામ ટ્રેડિંગ નામની કંપની ચલાવે છે. તેઓનું ગોડાઉન ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે ખંડેરાવ કોલોની દયા માધવ હોસ્પિટલની બાજુમાં ગોડાઉન છે. ગત તા.૮ મી જાન્યુઆરી ના રોજ કિરકોકીલ તમાકુના ૩૦૦ બોક્સ ૧૫ મી જાન્યુઆરીએ ૩૪૦ બોક્સ મંગાવ્યા હતા. તે તમામ બોક્સ તેમની ઓફિસના માણસોએ ગોડાઉનમાં ઉતાર્યા હતા. તે દિવસે રજા હોવાથી બોક્સ ખાલી કરી ગોડાઉનને તાળું મારી તેઓ ઘરે જતા રહ્યા હતા. બીજે દિવસે તા.૧૬ મી એ તેઓ દુકાને આવ્યા ત્યારે શટરના નકુચાને મારેલા તાળાં તૂટેલા હતા. ગોડાઉનમાં જઇને ચેક  કરતા તમાકુના ૩૦૮ બોક્સ કિંમત રૃપિયા ૧૭.૨૧ લાખના ચોરી થઇ ગયા હતા.


Google NewsGoogle News