વડોદરાના ૧૬ વિદ્યાર્થીઓને સીએસની ડિગ્રી મળી, ઈન્ટરમાં દીપ અગ્રવાલ દેશમાં ૧૬મા ક્રમે

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
વડોદરાના ૧૬ વિદ્યાર્થીઓને સીએસની ડિગ્રી મળી, ઈન્ટરમાં દીપ અગ્રવાલ  દેશમાં ૧૬મા ક્રમે 1 - image

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા  સીએસ ફાઈનલ અને ઈન્ટર પરીક્ષાના પરિણામો આજે જાહેર કરાયા છે.સીએસ ફાઈનલમાં વડોદરાનો એક પણ વિદ્યાર્થી રાષ્ટ્રીય સ્તરે રેન્ક મેળવવામાં સફળ થયો નથી.સીએસ ઈન્ટરમાં વડોદરાના દીપ અગ્રવાલે ભારતમાં ૧૬મો ક્રમ મેળવ્યો છે.

સીએસ ફાઈનલમાં ૨૦૧૭ના અભ્યાસક્રમમાં વડોદરામાં મોડયુલ એકમાં ૩૪.૫૫ ટકા, મોડયુલ બે માં ૨૫.૫૩ ટકા અને મોડયુલ ૩માં ૩૩ ટકા  ઉમેદવારો પાસ થયા છે.જ્યારે નવા અભ્યાસક્રમ પ્રમાણે ફાઈનલ પરીક્ષામાં ગુ્રપ એકમાં ૨૬.૧૯ ટકા અને ગુ્રપ બેમાં ૨૭.૨૭ ટકા ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે.

સીએસ ઈન્ટર પરીક્ષામાં જૂના અભ્યાસક્રમ એટલે કે ૨૦૧૭ના કોર્સ પ્રમાણે મોડયુલ એક અને બે માં ૩૧.૨૯ ટકા ઉમેદવારો પાસ થયા છે.જ્યારે નવા કોર્સમાં ગુ્રપ એકમાં ૧૦ ટકા અને ગુ્રપ બેમાં ૩૭.૪૨ ટકા ઉમેદવારો પાસ થયા છે.

વડોદરા ચેપ્ટરના ચેરમેન મિતુલ સુથારે એક વાતચીતમાં કહ્યું હતું કે, વડોદરાના ૧૬ વિદ્યાર્થીઓને આજે સીએસની ડિગ્રી મળી છે.કોર્પોરેટ ગર્વનન્સના વધી રહેલા મહત્વને જોતા ભારતમાં આગામી વર્ષોમાં એક લાખ સીએસ પ્રોફેશનલની જરુર પડશે તેવો અંદાજ છે.


Google NewsGoogle News