ખેડા જિલ્લામાં ત્રણ સ્થળે જુગાર રમતા 16 શખ્સ ઝડપાયા
રોકડ સહિત 13 હજારનો મુદ્દામાલ જપ્ત
રિંછોલ, વીણા અને ફલોલી લાટ ગામમાંથી પકડાયેલા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો
નડિયાદ: ખેડા જિલ્લામાં રિંછોલ, વીણા અને ફલોલી લાટ ગામમાંથી જુગાર રમતા ૧૬ જુગારીઓને રૂ.૧૨,૯૧૦ રોકડ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
રિંછોલ ગામમાં જુગારના અડ્ડા પર દરોડો પાડતા પત્તા પાનાનો જુગાર રમતા શૈલેષભાઈ મણીભાઈ જાદવ, મહેન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ, અજયભાઈ રમેશભાઈ તેમજ જગદીશભાઈ રામાભાઈ જાદવ તથા મનુભાઈ ચંદુભાઈ વણઝારાને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ. ૩,૧૨૦ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં વીણા રાવલ વાસમાં જુગાર પર દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. દરોડા દરમિયાન પત્તા પાનાનો જુગાર રમતા કિરણ રાવજીભાઈ ચૌહાણ, ઘનશ્યામ સનાભાઇ રાવલ, સુભાષ મંગળભાઈ સોઢા તેમજ બળવંતભાઈ પ્રતાપસિંહ ચૌહાણને એક મોબાઇલ કિંમત રૂ. પાંચ હજાર તેમજ રોકડ રૂ.૧,૨૫૦ મળી કુલ રૂ.૬,૧૫૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે જુગાર ધારા હેઠળ તમામ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. ફલોલી લાટમાં દરોડો પાડી જુગાર રમતા દશરથભાઈ શિવાભાઈ સોઢા, પ્રવીણભાઈ ચંદુભાઈ, જશવંતભાઈ કાંતિભાઈ, રાજેશભાઈ રતિભાઈ, ભરતભાઈ પ્રતાપભાઈ, વિજય ઉદેશીહ સોઢા તેમજ ભાઈલાલ ઉદેશીહ ચૌહાણને પોલીસે ઝડપી પાડયા હતા. રોકડ રૂ.૩,૬૪૦ કબજે કરી મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.