Get The App

રણાસણ,રાયસણ અને સેક્ટર-13માંથી 16 જુગારીઓ પકડાયા

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
રણાસણ,રાયસણ અને સેક્ટર-13માંથી 16 જુગારીઓ પકડાયા 1 - image


પોલીસે દરોડા પાડીને એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર જામી ગયો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક ઠેકાણે જુગારધામો શરૃ થઈ ગયા છે. સ્થાનિક પોલીસ દ્વારા રણાસણ,રાયસણ ગામ અને સેક્ટર ૧૩માં દરોડો પાડીને જુગાર રમતા ૧૬ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો.

ઇન્ફોસિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે રાયસણ ગામના હાથીપરા માંડવી ચોકમાં બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમતા રાયસણ હાથીપરાના રાકેશજી અમરતજી ઠાકોર, મનીષ વિનોદજી ઠાકોર, મહેશ અમૃતભાઈ મકવાણા, કાળાજી અમાજી ઠાકોર અને ઉમેદજી મફાજી ઠાકોરને ૯૧ હજાર રૃપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બીજી બાજુ ડભોડા પોલીસ દ્વારા રણાસણ સર્કલ પાસે જુગાર રમતા અમદાવાદના ઓમપ્રકાશ ચૌહાણ, સાજન ત્રીભુવનનાથ વિશ્વકર્મા, શૈલેષ પ્રવીણભાઈ બારોટ, રાહુલ સંગ્રામભાઇ ભરવાડ અને નાના ચિલોડાના પંકજસિંહ વિક્રમસિંહ સિસોદિયાને ઝડપી લીધા હતા તો બીજી બાજુ સેક્ટર-૭ પોલીસ દ્વારા પણ સેક્ટર ૧૩ના છાપરા વિસ્તારમાં દરોડો પાડીને જુગાર રમતા સેક્ટર ૧૩ના નટુભાઈ ઉર્ફે નિલેશ અંબારામભાઈ, કિશન બુધાભાઈ બારૈયા, રોનક બુધાભાઈ બારૈયા, ભરત દેવાભાઈ કબીરા, લાલજીભાઈ અમરતભાઈ મકવાણા અને દીપકભાઈ નટવરભાઈ રાવળને જુગાર રમતા ઝડપીને ૧૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. આ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Google NewsGoogle News