નડિયાદ અને મહેમદાવાદમાંથી 16 જુગારીઓ ઝડપાઇ ગયા
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વૈશાલી સિનેમા પાછળ વાઘેશ્વરી મંદિર પાસેથી અને મહેમદાવાદના છાપરા ગામમાંથી પોલીસે પત્તા પાનાનો જુગાર રમતા ૧૬ ઇસમોને રોકડ રકમ સાથે ઝડપી પાડયા છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં વૈશાલી સિનેમા પાછળ આવેલ વાઘેશ્વરી મંદિર પાસે થી પોલીસે ગઈકાલે સાજ ના પત્તા પાનાનો જુગાર રમતા રાકેશ ઉર્ફે મોન્ટુ શશીકાંન્ત પટેલ (રહે. નડિયાદ આસ્થા નગર, નાના કુંભનાથ રોડ) વિશ્વેશ ઉર્ફે મોન્ટુ લાલજી મોહન સુથા? (રહે. નડિયાદ અમરદીપ સોસાયટી, જુના ડુમરાલ રોડ) નરેશ ઉર્ફે લલ્લો કનુ મગન વાઘેલા (રહે. નડિયાદ કબીરપુરા વીકેવી રોડ) મોહન સોમા મારવાડી (રહે. નડિયાદ વાઘેશ્વરી મંદિર પાસે) ભાવેશ ઉર્ફે ભુરીયો અશોક પરમાર (રહે. નડિયાદ વિજય ભવાની સોસાયટી, જુના ડુમરાલ રોડ) ચિરાગ ઉર્ફે સંજય ગણપત યાદવ (રહે. નડિયાદ માઈ મંદિર પાસે) રાજુ બગદા મારવાડી (રહે. નડિયાદ રાજીવ નગર ટેલિફોન એક્સચેન્જ પાસે) હરીશ ઉર્ફે કિરણ જેઠા, રાજુ ઠાકોર, વિષ્ણુ ઉર્ફે કારીયો, ભગુ હિમંત સોઢાપરમાર, પ્રેમચંદ ઉર્ફે ચડ્ડો જેઠા ઠાકોર અને મુકેશ ભગુ હીમંત પરમાર ચારેય (રહે. નડિયાદ વાઘેશ્વરી મંદિર પાસે) ને રંગે હાથ ઝડપી પાડયા હતા અને પોલીસે દાવ પરના રૂપિયા ૨,૭૯૦ અને અંગતજડતી ના રોકડા રૂપિયા ૨૭,૩૫૦ મળી કુલ રોકડા રૂપિયા ૩૦,૧૪૦ કબજે કર્યા હતા. નડિયાદ પશ્ચિમ પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છેજ્યારે મહેમદાવાદ પોલીસે ગઈકાલે રાતના છાપરા ગામે ખોડીયાર માતા મંદિર પાસે આવેલ એક ઘર નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બાબુ ઉદા ચૌહાણ બુધા ગબા ઝાલા શીવા ડાહ્યા ગોહેલ માધા મોહન સોઢા અને વિષ્ણુ શના સોઢા તમામ રહે છાપરા ને રૂપિયા ૧૪૭૦ સાથે ઝડપી પાડયા હતા.