Get The App

ચંદ્રાલા પાસે બસ રોકીને તપાસતાં મુસાફર પાસેથી 16 બોટલ પકડાઇ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ચંદ્રાલા પાસે બસ રોકીને તપાસતાં મુસાફર પાસેથી 16 બોટલ પકડાઇ 1 - image


ટ્રાવેલ્સની બસમાં દારૃની હેરાફેરી

ગાંધીનગર :  ગાંધીનગરના ચંદ્રાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસને રોકીને તપાસ કરવામાં આવતાં એક મુસાફર પાસેથી વિદેશી પ્રકારના દારૃની ૧૬ બોટલ મળી આવી હતી. ચિલોડા પોલીસ દગ્વારા આ સંબંધે ગુનો નોંધીને મોબાઇલ ફોન સહિત રૃપિયા ૩૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરવાની સાથે હાલ અમદાવાદ રહેતા મુળ રાજસ્થાનના શખ્સની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. ચિલોડા પોલીસ મથકના કોન્સ્ટેબલ હસમુખભાઇની ફરિયાદના આધારે હાલ અમદાવાદના વાલ વિસ્તારમાં શાકારગ્રીન સોસાયટીમાં રહેતા મુળ રાજસ્થાનના સાંચોર જિલ્લાના નાગોદરી ગામના રહેવાસી નાનજી પીરારામ દેવાશીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે દારૃની હેરાફેરીની શંકાના આધારે શ્રીનાથ ટ્રા્વેલ્સની બસને રોકીને તપાસ કરવામાં આવી તે દરમિયાન આરોપી પાસેના થેલાઓમાંથી રૃપિયા ૩૨ હજારની કિંમતની જુદી જુદી બ્રાન્ડની અને જુદી જુદી સાઇઝની વિદેશી દારૃની ૧૬ બોટલ મળી આવી હતી. ટ્રાવેલ્સની ગુરગાંવથી અમદાવાદ રૃટની બસમાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.


Google NewsGoogle News