ગર્લ્સ પાવર, MSUના પદવીદાન સમારોહમાં 154 ગર્લ્સ અને 66 બોયઝને ગોલ્ડ મેડલ એનાયત થશે
વડોદરા,તા.03 ફેબ્રૂઆરી 2024,શનિવાર
એમ.એસ.યુનિવર્સિટીના 4 ફેબુ્રઆરી, રવિવારે યોજાનારા 72મા પદવીદાન સમારોહમાં કુલ મળીને 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.મેડલ મેળવવામાં આ વખતે પણ બોયઝ કરતા ગર્લ્સ આગળ નીકળી ગઈ છે.બલ્કે આ વખતે તો મેડલ મેળવનાર ગર્લ્સની સંખ્યા બોયઝ કરતા અઢી ગણી વધારે છે.
યુનિવર્સિટી સત્તાધીશોએ જાહેર કરેલા આંકડા અનુસાર 154 ગર્લ્સ અને 66 બોયઝને ગોલ્ડ મેડલ આપવામાં આવશે.154 ગર્લ્સના ફાળે 231 અને 66 બોયઝના ફાળે 113 ગોલ્ડ મેડલ ગયા છે.
પદવીદાન સમારોહમાં હાજર રહેનારા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડો.ચંદ્રચૂડ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આ મેડલ અપાશે. જોકે સૂત્રોનુ કહેવુ છે કે, સમયની વ્યસ્તતાના કારણે તમામ વિદ્યાર્થીઓ મેડલ સ્વીકારે ત્યાં સુધી આમંત્રિત મહેમાનો મંચ પર હાજ રહે તેવી શક્યતા ઓછી છે.
કુલ મળીને 76 સ્ટુડન્ટસ એવા છે જેમને એક કરતા વધારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે.વિવિધ ફેકલ્ટીઓ પ્રમાણે જોવામાં આવે તો મેનેજમેન્ટ, મેડિસિન અને ટેકનોલોજીમાં જ ગર્લ્સ કરતા બોયઝને વધારે ગોલ્ડ મેડલ મળ્યા છે.આ સિવાય 12 ફેકલ્ટીઓમાં ગોલ્ડ મેડલ મેળવવામાં ગર્લ્સ આગળ છે.ત્રણ ફેકલ્ટીઓ સંસ્કૃત મહાવિદ્યાલય, એજ્યુકેશન સાયકોલોજી અને જર્નાલિઝમમાં ગર્લ્સે ક્લીન સ્વીપ કરીને તમામ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.
- કઈ ફેકલ્ટીમાં કેટલા ગોલ્ડ મેડલ
ફેકલ્ટી ગર્લ્સ બોયઝ
ફેકલ્ટી |
ગર્લ્સ |
બોયઝ |
સંસ્કૃત
વિદ્યાલય |
6 |
- |
આર્ટસ |
31 |
8 |
કોમર્સ |
21 |
2 |
એજ્યુકેશન |
15 |
- |
હોમસાયન્સ |
21 |
2 |
ફાઈન
આર્ટસ |
11 |
7 |
જર્નાલિઝમ |
4 |
- |
લો |
16 |
1 |
મેનેજમેન્ટ |
2 |
7 |
મેડિસિન |
21 |
26 |
પરફોર્મિંગ
આર્ટસ |
11 |
7 |
ફાર્મસી |
3 |
2 |
સાયન્સ |
31 |
11 |
સોશિયલ
વર્ક |
8 |
3 |
ટેકનોલોજી
|
30 |
37 |
- 45 નવા ગોલ્ડ મેડલનો ઉમેરો
યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે વિવિધ ફેકલ્ટીના કેટલાક વિભાગો અને કોર્સ એવા છે જ્યાં એક પણ ગોલ્ડ મેડલ નથી.આ વિભાગો અને કોર્સમાં પણ ગોલ્ડ મેડલ આપવા માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે ૪૫ નવા ગોલ્ડ મેડલને મંજૂરી આપી હતી.જેના કારણે યુનિવર્સિટી દ્વારા અપનારા ગોલ્ડ મેડલની સંખ્યામાં વધારો થયો છે.