વડોદરા કોર્પોરેશનમાં 72 જગ્યા માટે 15061 ઉમેદવારો કાલે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આપશે
- વોર્ડ ઓફિસરની 4 જગ્યા માટે 527 અને 68 મલ્ટી પર્પઝ વર્કર માટે 14,534 ઉમેદવારો નસીબ અજમાવશે
વડોદરા,તા.03 ફેબ્રુઆરી 2024,શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ઓફિસર અને મલ્ટી પર્પઝ વર્કરની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 4 ના રોજ યોજાવાની છે. વોર્ડ ઓફિસરની 4 અને મલ્ટી પર્પઝ વર્કરની 68 મળી કુલ 72 જગ્યા માટે 15061 ઉમેદવારો આ પરીક્ષા આપશે. વોર્ડ ઓફિસરની 4 જગ્યા માટે 527 અને 68 મલ્ટી પર્પઝ વર્કર માટે 14,534 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. આ ઉપરાંત 7 રેવન્યુ ઓફિસર અને 10 સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 11 ના રોજ લેવાશે. 7 રેવન્યુ ઓફિસર માટે 177 અને 10 સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા માટે 4,153 મળી 4,330 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. આ લેખિત પરીક્ષાના કોલલેટર કોર્પોરેશનની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. રેવન્યુ ઓફિસર સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અને મલ્ટી પર્પઝ વર્કરને માસિક ફિક્સ વેતનથી ત્રણ વર્ષ સુધી અજમાયસી ધોરણે નોકરી પર લેવાશે.