વડોદરામાં નોકરિયાતના પાર્ક કરેલા ટુ-વ્હીલસૅની ઉઠાંતરી કરતા વાહનચોર પાસે 15 બાઈક મળી

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
વડોદરામાં નોકરિયાતના પાર્ક કરેલા ટુ-વ્હીલસૅની ઉઠાંતરી કરતા વાહનચોર પાસે 15 બાઈક મળી 1 - image

વડોદરા,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર

વડોદરાના માણેજા મકરપુરા જેવા વિસ્તારોમાં વાહન પાર્ક કરીને નોકરીએ જતા લોકોના વાહનોની ઉઠાન્તરી કરતો વાહનચોર ઝડપાઈ ગયો છે.

વડોદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઘનશ્યામ વલ્લભભાઈ સોલંકી (શંકર વસાહત,માંજલપુર મૂળ ખલીપુર ગામ વડોદરા) એક મોટરસાયકલ સાથે પકડાતા પોલીસે તેની પાસે કાગળ માંગી તપાસ કરી હતી.

પોલીસે મોટરસાયકલનો નંબર તપાસતા આ બાઈક માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હોવાની વિગત ખુલી હતી. જેથી પોલીસે તેની વધુ તપાસ કરતા ઘનશ્યામે છ મહિનાના ગાળામાં મકરપુરા અને માણેજા રોડ પરથી 15 મોટર સાયકલની ઉધાન કરી હોવાની વિગતો ખુલી હતી.

પોલીસ તપાસમાં વાહન પાર્ક કરીને નોકરી પર જતા હોય તેવા નોકરીયાતો ઉપર નજર રાખીને ઘનશ્યામ દ્વારા ટુવિલરની ઉઠાંતરી કરી પોતે વાહનો લે-વેચ કરતો હોવાનું કહી સસ્તામાં વેચી દેતો હોવાની વિગતો ખુલી છે.


Google NewsGoogle News