વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત માણેજા વિસ્તારમાં 15 શેડ તોડી પાડયા

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત માણેજા વિસ્તારમાં 15 શેડ તોડી પાડયા 1 - image

વડોદરા,તા.4 નવેમ્બર 2023,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે જેમાં આજે માણેજા વિસ્તારમાં ગેરકાયદે શેડ બનાવી ધંધો કરનારાના શેડ તોડી પાડી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.

વડોદરા શહેરને ગેરકાયદે દબાણ મુક્ત કરવાના ઇરાદે પાલિકા તંત્રની ટીમો વિવિધ વિસ્તારમાં સતત નોંધપાત્ર કામગીરી કરી રહી છે ત્યારે વોર્ડ નંબર 17 અને 18 મકરપુરા જીઆઇડીસી થી માણેજા અને ત્યાંથી સુસેન તરસાલી વિસ્તારના 15 શેડ તેમજ મરઘી ઉછેર માટે ગેરકાયદે બનાવાયેલી ઓરડી પણ તોડી નાખવામાં આવી હતી.

 જ્યારે આજવા રોડ વોર્ડ નંબર પાંચમાં મસ્જિદ બહાર કોર્પોરેશનની જગ્યામાં બનાવાયેલો ઢોર વાડો પણ પાડવામાં આવ્યો હતો.


Google NewsGoogle News