Get The App

વરસોડામાં ગેરકાયદે રેતી ખનન કરનાર શખ્સોને ૧૫ કરોડનો દંડ

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
વરસોડામાં ગેરકાયદે રેતી ખનન કરનાર શખ્સોને ૧૫ કરોડનો દંડ 1 - image


મધ્યરાત્રે ભુસ્તર તંત્રએ સાબરમતી નદીમાં રેડ કરી

ગેરકાયદે રેતીનું ખનન અને વહન કરતા મશીન અને ક્રેન સહિત કુલ ૭૫ લાખના સાધનો જપ્ત

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ખનીજ ચોરીને ડામવા માટે કડક હાથે પગલા લેવા માટેની સૂચના જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીને આપી છે. જે અંતર્ગત તા. ૨૧મી જુલાઇના રોજ મદદનીશ ભુસ્તર શાસ્ત્રીને મળેલી બાતમીના આઘારે મધ્ય રાત્રિએ માણસા તાલુકાના વરસોડા ગામ નજીકની સાબરમતી નદીમાં ખનીજનું ખનન કરતાં વાહનો અને વ્યક્તિઓને પકડી પાડયા છે અને રૃપિયા ૭૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એટલુ જ નહીં, ૧૫ કરોડ રૃપિયાનો દંડ  પણ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહે જણાવ્યું છે કેતા.૨૧ જુલાઇની મોડી રાત્રે ટેલીફોનીક ખાનગી બાતમી મળી હતી કે,માણસા તાલુકાના વરસોડા ગામ ખાતેથી પસાર થતી સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે જિલ્લા ભુસ્તર તંત્રની ટીમે મધ્યરાત્રિએ ૧૧ કલાકે રેડ પાડી હતી.જે બાબતે સ્થળ પર તપાસ ટીમને ગેરકાયદેસર સાદીરેતી ખનીજનું ખનન કરવા ઉપયોગમાં લેવા માટે એક હિટાચી મશીન પીળા કલરનું જે બિનવારસી હાલતમાં અને પીળા કલરની ક્રેન-હાઈડ્રા મશીન મળી આવ્યું હતું. ક્રેન-હાઈડ્રા મશીનના ઓપરેટર હરિકેશ રામલચ્છા યાદવે ક્રેન માલિક વિનોદ ભભુતી યાદવનું હોવાનું જણાવ્યું છે. મશીન જપ્ત કરવાની કાર્યવાહી સમયે ખનીજ ભુમાફિયાઓએ દિગ્વિજયસિંહ ચાવડા રહે.ગામ-વરસોડા અને ધુ્રવેશપટેલ તથા અન્ય શખ્સો દ્વારા તપાસ ટીમ અને પોલીસની પીસીઆર ટીમની રૃબરૃમાં સરકારી ફરજમાં રૃકાવટ કરવામાં આવી હતી.

આ પરિસ્થિતિ અંગે તપાસ ટીમે મદદનીશ ભુસ્તરશાસ્ત્રી, ગાંધીનગરને વાકેફ કરતા તેમણે જિલ્લા પોલીસ વડાને જાણ કરી હતી, જેથી પોલીસ ઇન્સ્પેકટર અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા પરિસ્થિતિને કાબુમાં લઇ આ ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવાયેલા હિટાચી મશીન અને ક્રેન-હાઈડ્રા મશીન મળીને કિંમત આશરે રૃ.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એમએસબિલ્ડીંગ પાછળ, ગાંધીનગર વાળા કમ્પાઉંન્ડ વિસ્તાર ખાતે રાખવામાં આવ્યા છે. ઉપરાંત જે સ્થળેથી મશીન જપ્ત કરવામાં આવેલ તે બિન અધિકૃત ખનન કરેલા વિસ્તારની માપણીની કાર્યવાહી કરતા કુલ ૧,૬૧,૮૦૦.૩૫ ઘન મીટર સાદી રેતી ખનિજની ચોરી કરેલી હોવાનું જાણવા મળતા તેની દંડકીય કુલ રકમ રૃ. ૧૫.૨૯, કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.


Google NewsGoogle News