Get The App

ઝાંક અને વહેલાલ રોડ ઉપર એક કંપનીમાં જુગાર રમતા ૧૫ ઝડપાયા

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
ઝાંક અને વહેલાલ રોડ ઉપર એક કંપનીમાં જુગાર રમતા ૧૫ ઝડપાયા 1 - image


બહિયલ પોલીસે બાતમીના આધારે રેડ કરી

પોલીસે રૃ.૧૮,૮૩૦નો મુદ્દામાલ કબજે કર્યોે : પોલીસની કાર્યવાહીથી અન્ય જુગારીઓમાં ભારે નાસભાગ મચી

દહેગામ :  જાણે શ્રાવણમાસમાં જુગારની મોસમ ખીલી હોય એમ જિલ્લાના વિવિધ સ્થળોએ ખેલીઓ રહેણાંક મકાન, ફાર્મ હાઉસ, હોટલ સહિતના સલામત સ્થળોએ જુગારીઓ શ્રાવણિયો જુગાર રમવામાં વ્યસ્ત બની ગયા છે. જુગારની બદીને અટકાવવા પોલીસ પણ સક્રિય બની છે. ત્યારે દહેગામ પોલીસ સ્ટેશન તાબામાં આવતા બહિયલ આઉટ પોલીસ ચોકીના સ્ટાફે બાતમીના આધારે ઝાંક-વહેલાલ રોડ ઉપર આવેલ શ્રી શક્તિ એન્જીંનીયરીંગ પ્રા.લી.નામની કંપનીમાં રેડ કરી હતી અને અહીં જુગાર રમતા ૧૫ શકુનીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.

બહિયલ પોલીસે બાતમીના આધારે ઝાંક  ઝાંક-વહેલાલ રોડ ઉપર જી.આઇ.ડી.સી.માં આવેલ શ્રી શક્તિ એન્જીંનીયરીંગ પ્રા.લી.નામની કંપનીમાં રેડ કરી હતી. સ્થળ પર પોલીસ ટીમ પહોંચી ત્યારે અહીં સંખ્યાબંધ લોકો જુગાર રમી રહ્યા હતા. આ જોઈ પોલીસ પણ એક સમયે ચોંકી ઉઠી હતી. પોલીસની ઓચિતિ રેડના પગલે જુગારીઓ પણ ચોંકી ઉઠયા હતા. સ્થળ પર જુગાર રમી રહેલા રૃચિક વિમલકુમાર ઉપાધ્યાય ઉ.વ.૨૨,રહે.સુમતિનાથ સોસાયટી, નરોડા, અમદાવાદ, હિતેશ હસમુખભાઇ રાવલ ઉ.વ.૪૯, રહે.ચાંદખેડા હાઉસીંગ બોર્ડ, અમદાવાદ, વિજય રાયસિંહ ઝાલા રહે.એ-૧૧૦, કલ્યાણનગર,  હીરાવાડી સામે,મેમ્કો, અમદાવાદ, આરિફમીયા કાલુમીયા ખોખર ઉ.વ.૪૦, રહે.ધારીસણા, તા.દહેગામ જી. ગાંધીનગર , કિરીટભાઇ રમણીકલાલ ઉપાધ્યાય ઉ.વ.૫૩રહે.ગોકુળ ગેલેક્ષી, કઠવાડા,અમદાવાદ , ભાર્ગવભાઇ રજનીકાંતભાઇ જોશી ઉ.વ.૪૬, રહે.ગોકુળ ગેલેક્ષી, કઠવાડા, અમદાવાદ, શૈલેષકુમાર કનુભાઇ પંચાલ ઉ.વ.૪૦ રહે.જીંડવા, તા.દહેગામ જી.ગાંધીનગરરમેશભાઇ  અંબાલાલ રાવળ  ઉ.વ.૫૦, રહે.કડાદરા, તા.દહેગામ જી.ગાંધીનગર , આશિષભાઇ દામજીભાઇ પરમાર ઉ.વ.૨૪, રહે.લાલકૃષ્ણ એપાર્ટમેન્ટ, નિકોલ, અમદાવાદ, રવિ પ્રવિણભાઇ મહેતા ઉ.વ.૩૭, રહે.લક્ષ્મીવીલા-૨,નવા નરોડા ,અમદાવાદ, ખોડાજી લક્ષ્મણજી ઠાકોર ઉ.વ.૨૧, રહે.ખાનપુર, તા.દહેગામ,જી.ગાંધીનગર, ભરતસિંહ બચુજી પરમાર ઉ.વ.૩૨, રહે.વટવા, તા.દહેગામ, જી.ગાંધીનગર, મહેશજી લક્ષ્મણજી ઠાકોર ઉ.વ.૩૬, રહે.ખાનપુર, તા.દહેગામ, જી.ગાંધીનગરદિપક બચુજી રાવળ ઉ.વ.૨૧, રહે.ઝાંક, પંચાયત સામે, તા.દહેગામ, જી.ગાંધીનગર, મનીષ ઇશ્વરભાઇ રાવળ ઉ.વ.૩૦, રહે.કડાદરા, રાવળવાસ, તા.દહેગામ, જી.ગાંધીનગરને  દાવ પર મુકેલ અને અંગ જડતી દરમિયાન મળી રૃ. ૧૮,૮૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જુગાર રમતા આ નબીરા ઝડપાતા આ પોલીસ કાર્યવાહી સમગ્ર પંથકમાં લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બની રહેવા પામી છે.


Google NewsGoogle News