છાણી વિસ્તારના ફ્લેટમાંથી 14 તોલા દાગીનાની ચોરી,કામ કરતી મહિલા પર શંકા
વડોદરાઃ છાણી વિસ્તારના ફ્લેટમાંથી દાગીનાની ચોરી થતાં વાસણ-કપડાં કરવા રાખેલી મહિલા પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.
છાણી ટીપી-૧૩માં સોનલ હાઇટ્સ ખાતે રહેતા પ્રિયંગુ ત્રિવેદીએ પોલીસને કહ્યું છે કે,એપ્રિલ મહિનામાં અમે ઘરનું કામ કરવા માટે એક મહિલાને રાખી હતી.મારી પત્ની ઘેર એકલી હોવાથી તે કામ કરીને જતી હતી.
ગઇ તા.૨૯ જૂને કામવાળી કામ કરીને ગઇ ત્યારે મારી પત્ની સૂતી હતી.ત્યારબાદ તે ત્રણ દિવસ આવી નહતી.વારંવાર બોલાવતા બે-ત્રણ દિવસ આવી હતી અને ત્યારબાદ ફરી આવવાનું બંધ કર્યું હતું.
આ દરમિયાન મારી પત્નીએ તપાસ કરતાં તિજોરીમાંથી ૧૪ તોલાથી વધુ દાગીના ગૂમ હતા.જેથી ફતેગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.