Get The App

વિધર્મીએ નામ બદલી નેચરોથેરાપી સેન્ટરની સંચાલિકા પાસે14 લાખ પડાવી લીધા

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
વિધર્મીએ નામ  બદલી નેચરોથેરાપી સેન્ટરની સંચાલિકા પાસે14 લાખ પડાવી લીધા 1 - image

વડોદરાઃ અલકાપુરીમાં નેચરોથેરાપી સેન્ટર ધરાવતી મહિલા સાથે સાધનો ખરીદવાના નામે નામ બદલીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

મુજમહુડાના અશ્વમેઘ ટાવર-૩માં રહેતા સુમનબેન ગૌડે કહ્યું છે કે,વર્ષ-૨૦૨૦માં મારા સેન્ટર પર મુંબઇના ડો.રોનક આહુજા આવ્યા હતા અને તેમણે વજન ઘટાડવા તેમજ લેઝર મશીન સસ્તામાં અપાવવા વાત કરી હતી.જેથી મેં તેમને રૃ.૧૪ લાખ આપ્યા હતા.પરંતુ તેમણે મશીનો અપાવ્યા નહતા કે રૃપિયા પણ પરત કર્યા નહતા.

આ અંગે સાયબર સેલની પણ મદદ લીધી હતી.તપાસ દરમિયાન ડો.આહુજાનું અસલી નામ ઇન્તેજારઅલી ઇન્કિલાબઅલી શેખ(સુકુન પાર્ક,ભાલેજ રોડ,આણંદ અને અજમેર) હોવાનું જાણવા મળ્યું હતું.જેથી સયાજીગંજ પોલીસે તેની સામે તેમજ સાથે આવેલા અને રૃપિયા પરત કરવાની બાંહેધરી આપનાર જમાલ શેખ(પેટલાદ) સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News