કાર ભાડે લીધા બાદ બારોબાર વગે કરી દેતો ભેજાબાજ વસીમ નોબારા પકડાયો,14 કાર કબજે

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
કાર ભાડે લીધા બાદ બારોબાર વગે કરી દેતો ભેજાબાજ વસીમ નોબારા પકડાયો,14 કાર કબજે 1 - image

વડોદરાઃ વડોદરા અને અન્ય શહેરોમાં કોન્ટ્રાક્ટ પર કાર ભાડેથી લીધા બાદ બારોબાર વગે કરી દેનાર ભેજાબાજ વસીમ નોબારાને પોલીસે ઝડપી પાડી ૧૪ કાર કબજે લીધી છે.

ભાવનગરના રાજનગર ખાતે રહેતા જીગ્નેશ ચાવડા અને તેના ભાગીદાર સાગર ડાંગર વડોદરાના વાઘોડિયારોડ ખાતે ઓફિસ ધરાવી કાર ભાડે આપવાનો ધંધો કરતા હતા તે દરમિયાન વસીમ નોબારા નામના શખ્સ ધોલેરા એરપોર્ટના કામ માટે કાર જોઇએ છે તેમ કહી ચાર કાર ભાડે લીધી હતી.

જે પૈકી અલ્પેશ ધીરૃભાઇ ડાંગરની વર્ના કાર એન સાગર ડાંગરની સ્કોર્પિઓ કાર પરત કરી હતી.પરંતુ થાર અને વર્ના કાર પરત કરી નહતી તેમજ કારોનું રૃ.૩૬ લાખ ભાડું પણ ચૂકવ્યું નહતું.જેથી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો.

પોલીસે આ બનાવમાં વસીમ યુસુફભાઇ નોબારા(પરબડી ફળિયું,ભોજ  ગામ,પાદરા, જિ.વડોદરા)ને ઝડપી પાડતાં તેણે જૂનાગઢ,ભાવનગર અને આણંદ સહિતના સ્થળોએ ભાડે લીધેલી કારો રૃ.૩ થી ૪લાખમાં ગીરો મૂકી રોકડી કરી લીધી હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે જુદાજુદા સ્થળોએ ટીમો મોકલી જુદીજુદી કંપનીની ૧૪ કાર કબજે કરી છે.


Google NewsGoogle News