જુગારધામ ચલાવતા મામા - ભાણેજ સહિત ૧૩ પકડાયા

જુગારીઓ પાસેથી ૩.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
જુગારધામ ચલાવતા મામા - ભાણેજ સહિત ૧૩ પકડાયા 1 - image

વડોદરા,ન્યૂ વી.આઇ.પી. રોડ પર રાજીવ નગરમાં ચાલતા જુગારધામ પર  પોલીસે રેડ પાડી મામા - ભાણેજ સહિત ૧૩ જુગારીઓને ઝડપી પાડયા હતા.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, ન્યૂ વી.આઇ.પી. રોડ ખોડિયાર નગર પાસે રાજીવ નગર - ૧ માં રહેતો હિતેશ બાબુભાઇ સોલંકી  આર્થિક ફાયદા માટે  જુગારીઓને બોલાવી પોતાના મામા વાસુભાઇ સોલંકીના મકાનમાં જુગાર રમાડી રહ્યો છે. જેથી, પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને ૧૩ જુગારીઓને ઝડપી પાડી ૩.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) હિતેશકુમાર બાબુભાઇ સોલંકી (૨) વાસુભાઇ હીરાભાઇ સોલંકી (૩) ધુ્રવ ઉર્ફે સાહિલ પૂનમભાઇ સોલંકી (૪) આશિષ હિંમતભાઇ ચૌહાણ (૫) પ્રશાંત જ્યંતિભાઇ સોલંકી (૬) તુષાર ઇલમચંદ બેદ (૭) બાબુભાઇ અંટોરભાઇ સોલંકી (૮) પરેશ મંગુભાઇ સોલંકી (૯) ચિરાગ જ્યંતિભાઇ સોલંકી ( તમામ રહે. રાજીવ નગર, ન્યૂ વી.આઇ.પી.રોડ) (૧૦) ગોવિંદ રમેશભાઇ સોલંકી ( રહે. સવાદ ક્વાટર્સ, સંગમ ચાર રસ્તા પાસે) (૧૧) અશ્વિન નિલેશભાઇ રાઠોડ ( રહે. જય સંતોષી નગર, ન્યૂ વી.આઇ.પી.રોડ) (૧૨) મહેશ રામચરણ અહેરવાર ( રહે.સંતકંવર કોલોની, વારસિયા) તથા (૧૩) તેજસ હરિશભાઇ રાણા (રહે. રાણાવાસ, ફતેપુરા) નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News