ભાયલીની સ્ટાર રેસિડેન્સીના ઠગ બિલ્ડર જયેશ પટેલના ૧૩ બેન્ક ખાતા મળ્યાઃમોબાઇલ ડેટા ડિલિટ કર્યા

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
ભાયલીની સ્ટાર રેસિડેન્સીના ઠગ બિલ્ડર જયેશ પટેલના ૧૩ બેન્ક ખાતા મળ્યાઃમોબાઇલ ડેટા ડિલિટ કર્યા 1 - image

વડોદરાઃ ભાયલીની સ્ટાર રેસિડેન્સીના ઠગ બિલ્ડર જયેશ પટેલ હવે પોલીસ,કોર્ટ અને જેલના ચક્કર કાપી રહ્યો છે.ગોત્રી પોલીસે ૧૭  ગુનામાંથી એક ગુનામાં ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ લીધા બાદ વધુ ત્રણ ગુનામાં ધરપકડ કરાઇ છે.

સ્ટાર રેસિડેન્સીના નામે સ્કીમ મૂકી ગ્રાહકો સાથે રૃ.પ કરોડથી વધુની છેતરપિંડી કરવાના બનાવમાં પાર્ટનર જયેશ પટેલ સામે કુલ ૧૮ ગુના નોંધાયા છે.જે પૈકી ગોત્રી પોલીસમાં ૧૭ અને ઇકો સેલમાં એક ગુનો નોંધાયો છે.

ગોત્રીના પીઆઇ આર એન પટેલે જયેશ પટેલની પૂછપરછ કરતાં સત્યા ડેવલોપર્સના ૯ બેન્ક ખાતા તેમજ જયેશ પટેલના ખાનગી ૪ બેન્ક એકાઉન્ટની વિગતો મળી છે.જેથી તમામ બેન્ક એકાઉન્ટની એન્ટ્રીઓ મંગાવી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત પોલીસે જયેશ પટેલના જુદાજુદા ત્રણ મોબાઇલની તપાસ કરતાં અનેક ડેટા ડિલિટ કરી દીધા હોવાનું જણાઇ આવ્યું છે .જેથી આ ડેટા રીકવર કરવા માટે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે.

જયેશ પટેલના પહેલા ગુનામાં રિમાન્ડ પુરા થતાં આજે કોર્ટમાં રજૂ કરાયો હતો.પોલીસે તેની બીજા ત્રણ ગુનામાં ધરપકડ કરી છે અને રિમાન્ડ માટે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.ત્યારબાદ બીજા ગુનાઓમાં તેની આવી જ રીતે ધરપકડ કરી રિમાન્ડનો સિલસિલો જારી રાખવામાં આવશે.


Google NewsGoogle News