છાણી જૈન તીર્થમાં 125 પરિવારોએ 170 સાધુ-સાધ્વી આપ્યા,કોઇ ઘર દીક્ષાર્થી વગર નું નથી
દીક્ષાર્થીમાં 60 ટકા યુવાનાે,120 મહિલાઓ અને 8 વર્ષે દીક્ષા લેનાર બાળ દીક્ષાર્થીનો સમાવેશ
વડોદરાઃ જૈન સંપ્રદાયમાં દીક્ષા ગ્રહણ કરવામાં વડોદરાના છાણી ગામનો ડંકો વિશ્વભરમાં વાગી રહ્યો છે.આ ગામમાં જૈનોના ૧૨૫ પરિવારો છે.જેમાંથી ભાગ્યે જ કોઇ પરિવાર એવું હશે જેમાંથી કોઇ દીક્ષાર્થી નહિં હોય.
દીક્ષાની ખાણ તરીકે ઓળખાતા છાણી તીર્થમાં નૂતન જિનાલયમાં ૨૨૦૦ વર્ષ પ્રાચીન ભગવાનની પ્રતિષ્ઠા માટે આગામી તા.૨૮ થી ૩૦ દરમિયાન મહોત્સવનું આયોજન કરાયું છે.જેમાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાન બિરાજશે.શ્રી શાંતિનાથ ભગવાન- સંભવનાથ ભગવાનની પ્રતિષ્ઠાની ઉછામણી તા.૨૩મીએ સવારે ૯.૧૫ કલાકે છાણી જૈનસંઘના ઉપાશ્રયમાં બોલાશે.સાથે પ્રાચીન ધાતુના અન્ય પરમાત્મા,પૂજનો અને સ્વામી વાત્સલ્યની પણ ઉછામણી દ્વારા આદેશ અપાશે.
નોંધનીય છે કે,જૈન સંપ્રદાયમાં છાણી તીર્થ આગવું મહત્વ ધરાવે છે.છાણીમાં હાલમાં ૧૨૫ જેટલા જૈન પરિવારો છે.જેમાંથી ૧૭૦ દીક્ષાર્થીઓ સાધુ-સાધ્વી બન્યા છે. દીક્ષાર્થીઓમાં ૬૦ ટકા યુવાન છે.જેમાં ૧૨૦ જેટલી મહિલાઓ છે.સૌથી નાની વયના આઠ વર્ષના દીક્ષાર્થીનો પણ તેમાં સમાવેશ થાય છે.
ઉપરોક્ત દીક્ષાર્થીઓમાં શાંતિલાલ છોટાલાલના એક જ પરિવારમાંથી સૌથી વધુ ૨૮ સભ્યોેેએ દીક્ષા લીધી છે.માત્ર છાણીના જ નહિં પણ આ તીર્થમાં બહારથી આવેલા ૧૦૦ જેટલા ભાવિકોઅ ે પણ દીક્ષા લીધી હોવાનું પૂ.આચાર્ય સાગરચંદ્ર સાગર સૂ.મહારાજે કહ્યું હતું.