૧૨૨ ગૂમ લોકોને પ.રેલવેની શી ટીમે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું

બાળક, બાળકી, મહિલા તથા પુરૃષને શોધી કાઢ્યા : પરપ્રાંતિયને પણ શોધીને સ્થાનિક પોલીસને જાણ કરાઇ

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
૧૨૨ ગૂમ લોકોને પ.રેલવેની શી ટીમે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું 1 - image

    વડોદરા, પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરા હેઠળના ૧૦ પોલીસ સ્ટેશનો ખાતે શી ટીમની રચના કરવામાં આવી છે. શી ટીમના સ્ટાફે એપ્રિલ-૨૦૨૪  દરમિયાન ભૂલા પડેલા, ઘરેથી નિકળી તેમજ રાજ્ય બહારના ગૂમ થયેલા બાળકો, બાળકી, પુરૃષોે મહિલાઓ મળી કુલ ૧૨૨ લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

          ગૂમ થયેલા લોકોને શોધવાની ડ્રાઇવ દરમિયાન શી ટીમે વાપીના ૨ બાળક ૮ બાળકી, વલસાડના ૧ બાળક ૧ બાળકી, સુરતના ૧૯  બાળક અને ૨૯  બાળકીઓ, ભરૃચની ૪ બાળકી, વડોદરાના ૯ બાળક ૬  બાળકી, આણંદની ૧ બાળકી, ગોધરાના ૧ બાળક,  દાહોદના ૧ બાળક ૪  બાળકી મળી ૩૩ બાળકો તથા ૫૩ બાળકી મળી  કુલ  ૮૬ બાળકો તથા બાળકીઓને શોધી કાઢ્યા હતા.  

  જ્યારે ૧૮ વર્ષથી વધુ ઉંમરના વાપીના ૧ પુરૃષ ૨મહિલા , સુરતના ૮  પુરૃષ ૭ મહિલા, ભરૃચની એક મહિલા, વડોદરાના  બે પુરૃષ ૮ મહિલા,  આણંદની એક મહિલા, નડિયાદની  એક મહિલા,  દાહોદનો ૧  પુરૃષ ૪ મહિલા મળી  કુલ મળી ૧૨ પુરૃષ તથા ૨૪ મહિલાઓ મળી કુલ ૩૬ ગૂમ થયેલા લોકોને પોલીસે શોધી કાઢ્યા છે. 

  ઉતરપ્રદેશ ખાતેથી ઘરેથી નીકળીને આવેલ  ૧૦  તથા ૧૩ વર્ષના બન્ને  બાળકો ગૂમ થયા અંગેની નગલાસીંઘિ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ થયેલ હતો. તે બંને બાળકોન ેવડોદરા રે.પો.સ્ટે.ની શી ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા.

ઉતરાખંડ ખાતેથી ઘરેથી નીકળી ગયેલા  ૧૫ વર્ષની બાળકી તથા ૧૬ વર્ષના બાળક ગૂમ થયા અંગેની બાણગંગા પોલીસ સ્ટેશનમાં મિસીંગ અરજી  દાખલ થઇ હતી. દાહોદ રે.પો.સ્ટે.ની શી ટીમ દ્વારા બંનેને શોધી  કાઢવામાં આવ્યા હતા.      

વડોદરા ખોડિયારનગર ખાતેથી ઘરેથી નીકળી ગયેલા ૨૧ વર્ષના યુવક અને યુવતીને    વડોદરા રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા.


Google NewsGoogle News