વડોદરામાં ગણેશ વિસર્જન માટે 3 નવા કૃત્રિમ તળાવ બન્યાઃ8 તળાવમાં 12000 થી વધુ પ્રતિમાનું વિસર્જન થશે
વડોદરાઃ વડોદરામાં શ્રીજી વિસર્જન માટે કોર્પોરેશન અને પોલીસ સહિતના તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.આ વખતે ત્રણ નવા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે.
વડોદરામાં ગણેશોત્સવની ધૂમ મચી છે અને દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.ત્યારે કેટલાક મંડળો તેમજ ઘરોમાં ત્રણ,પાંચ કે સાત દિવસ માટે પણ શ્રીજીની પધરામણી કરવામાં આવતી હોય છે.
શ્રીજી વિસર્જન માટે હજારો ભક્તો વાજતેગાજતે નીકળી રહ્યા હોવાથી ઠેરઠેર ભારે ભીડ જામતી હોય છે.જેથી પોલીસ દ્વારા ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવે છે અને સંખ્યાબંધ સ્થળોએ નો એન્ટ્રી તેમજ નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવે છે.આ વખતે પણ તંત્ર વિસર્જન માટે સજ્જ બન્યું છે.
શહેર પોલીસ કમિશનરે કહ્યું છે કે,ગયા વર્ષે પાંચ કૃત્રિમ તળાવોમાં ૧૧૧૬૧ શ્રીજીની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ગયા વર્ષની સ્થિતિનું મૂલ્યાંકન કરીને આ વખતે ન્યુ વીઆઇપી રોડ,આજવા રોડ અને ભાયલી ખાતે વધુ ત્રણ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે.જેથી તેમાં ૧૨ હજાર થીવધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે તેવો અંદાજ છે.
ક્યા કૃત્રિમ તળાવમાં ક્યા વિસ્તારના શ્રીજી ની પ્રતિમાઓનું વિસર્જન કરાશે
વડોદરામાં આ વખતે શ્રીજી વિસર્જન માટે આઠ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે.જે તળાવો ક્યાં છે અને તેમાં ક્યા વિસ્તારના ભક્તો શ્રીજી વિસર્જન કરી શકશે તેની માહિતી આ મુજબ છે.
કૃત્રિમ તળાવ ક્યા વિસ્તારના લોકો વિસર્જન કરશે
નવલખી તળાવ(રાજમહેલ પાસે) નવાપુરા,રાવપુરા,સયાજીગંજ,કારેલીબાગ,સિટી,
કુબેરેશ્વરતળાવ(એસએસવીસ્કૂલ સામે) બાપોદ, વાઘોડિયારોડ, વારસિયા, વાડી,
હરણી સમા લિન્ક રોડ હરણી,કારેલીબાગ,સમા,છાણી,ફતેગંજ,વારસીયા
દશામા તળાવ(ગોરવા) ગોરવા,લક્ષ્મીપુરા,ગોત્રી,,જવાહરનગર
માંજલપુર તળાવ(સ્મશાન પાસે) માંજલપુર,મકરપુરા
ખોડિયાર નગર તળાવ(જિઓ પંપ પાસે) બાપોદ,વારસિયા,કપૂરાઇ,કુંભારવાડા
લેપ્રેસી તળાવ(સરદાર એસ્ટેટ પાસે) બાપોદ,વારસીયા,પાણીગેટ,કપૂરાઇ,
ભાયલી તળાવ(પ્રિયા સિનેમા પાસે) ગોત્રી,જે પી રોડ,અટલાદરા
વિસર્જન પહેલાં ગણેશ મંડળો સાથે ફરી એક મીટિંગ કરવા પોલીસને સૂચના
આગામી દિવસોમાં શ્રીજી વિસર્જન થવાનું હોવાથી પોલીસ કમિશનર દ્વારા પોલીસ સ્ટેશનોના અધિકારીઓને તેમના વિસ્તારમાં થનારા શ્રીજી વિસર્જન પહેલાં મંડળના આગેવાનો સાથે ચર્ચા કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે.પોલીસ દ્વારા સવારીના રૃટ,સમય તેમજ પરત ફરવાના રૃટ સહિતની માહિતી મેળવવામાં આવી છે.