ટુ વ્હિલરની 'એફઇ' સિરીઝમાં પસંદગીના ૧૧૪ નંબરો વેચાયાઃ૩.૭૧ લાખની આવક
આરટીઓ દ્વારા ગોલ્ડન-સિલ્વર નંબરોની ઇ-હરાજી કરી
'૭' નંબર માટે ૨૮ હજાર જ્યારે '૮' નંબર માટે ૪૭,૫૦૦ રૃપિયાનું બિડીંગઃતહેવારોને પગલે આરટીઓને ઘી કેળા
આ અંગે ગાંધીનગર આરટીઓમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં ટુ
વ્હિલરની નવી એફઇ સિરીઝ શરૃ કરવામાં આવનાર છે. જે માટે પસંદગીના ગોલ્ડન સિલ્વર
નંબરો માટે થોડા દિવસ પહેલા ઇ-ઓક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઇ-ઓક્શનમાં આરટીઓ
દ્વારા નવી સિરીઝના કુલ ૧૧૪ પસંદગીના નંબરોનું વેચાણ કર્યું હતું અને વધારાની ૩.૭૧
લાખની આવક કરી હતી. પસંદગીના નંબરમાં મોટાભાગના નંબરો બેઝ પ્રાઇઝ બે હજાર, ૩,૫૦૦ તથા આઠ
હજારમાં વેચાયા હતા જ્યારે '૮' નંબર માટે એક
ટુવ્હિલરના માલિકે ૪૭,૫૦૦
રૃપિયાનું બિડીંગ કર્યું હતું. તો '૭' નંબરથી આરટીઓને ૨૮
હજારની આવક થઇ હતી.
આ ઉપરાંત '૯' નંબર ૧૧ હજારમાં
વેચાયો હતો. જ્યારે ૧,૭૭૭,૯૯૯,૯૯૯૯ તથા ૫૫૫૫
નંબર માટે આઠ આઠ હજાર રૃપિયામાં વેચાયા હતા. ઉલ્લેખનીય છે કે, નવરાત્રી અને
દશેરાના પર્વ ઉપરાંત આગામી દિવસોમાં દિવાળીના તહેવારો પણ આવવાના છે ત્યારે આ
તહેવારોમાં વધુમાં વધુ આવક કરવા માટે આરટીઓ દ્વારા નવી નવી સિરીઝ ઓપન કરવામાં આવી
રહી છે.