Get The App

વડોદરામાં 111 માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 111 ફૂટ સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
વડોદરામાં 111 માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 111 ફૂટ સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન 1 - image


- સાડી પર ભારતનું નામ રોશન કરનાર 111 મહિલાના નામ સાથે સિદ્ધિ વર્ણવી

- કાશ્મીર થી કન્યાકુમારી સાયકલિંગ કરી અંડર 

- 18 માં વર્લ્ડ રેકોર્ડ કરનાર ધોરણ 12 ની સ્ટુડન્ટ સમિધાનું સન્માન 

વડોદરા,તા.08 માર્ચ 2024,શુક્રવાર

આજે 111 મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે વડોદરામાં વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા નજીક સિનિયર સિટીઝન ગ્રાઉન્ડ પર આ દિવસની ઉજવણી દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર 111 મહિલાઓના નામ સાથે ડિઝાઇન કરવામાં આવેલી 111 ફૂટ સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ સાડી મહિલાઓ દ્વારા પાંચ દિવસની મહેનતના અંતે તૈયાર કરવામાં આવી છે. વ્હાઇટ સાડી પર કેસરી અને લીલા પટ્ટાની બોર્ડર વચ્ચે બ્લેકબોર્ડના કન્સેપ્ટ સાથે આ સાડી તૈયાર કરવામાં આવી છે. બ્લેક ભાગ પર ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલી અને દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર પ્રથમ મહિલાનું નામ અને તેની સિદ્ધિ દર્શાવાઈ છે. 111 મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 111 ફૂટ લાંબી સાડી અને 111 નામાંકિત મહિલાઓના નામ સાથેની આ સાડીની નોંધણી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલના કહેવા અનુસાર આ સાડીનો શૈક્ષણિક હેતુસર યોજાતા પ્રદર્શનમાં ઉપયોગ કરવા વિચારાયું છે. આ પ્રસંગે વડોદરાની 17 વર્ષીય સમિધા પટેલનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ધોરણ 12 માં ભણતી આ વિદ્યાર્થીનીએ તાજેતરમાં અંડર 18 માં કાશ્મીરથી કન્યાકુમારી સાયકલિંગ કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. માત્ર 16 દિવસમાં 3548 કિમી નું અંતર તેણે પૂર્ણ કર્યું હતું અને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. તે ભારતના આઠ રાજ્ય જમ્મુ કાશ્મીર, પંજાબ ,હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુમાંથી પસાર થઈ હતી. તેની ઈચ્છા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સાઇકલિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે.


Google NewsGoogle News