લોકસભાની ચૂંટણીની કામગીરી દરમિયાન ૧૧ વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડનાર ૧૦ પોલીસ કર્મચારીઓને પ્રશંસા પત્ર અપાયા

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
લોકસભાની ચૂંટણીની કામગીરી દરમિયાન ૧૧ વોન્ટેડ આરોપીઓ ઝડપાયા 1 - image

 વડોદરા,છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતના સમયથી નાસતા ફરતા ૧૧ આરોપીઓેને વડોદરા રેન્જના પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણી શાંતિમય રીતે થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.  ડ્રાઇવ દરમિયાન ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા કુલ ૧૧ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં મધ્યપ્રદેશના ૩, રાજસ્થાનના ૩, મહારાષ્ટ્રના ૨, હરિયાણાના ૧, સુરતના ૧ અને છોટાઉદેપુરના ૧ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની સારી કામગીરી કરનાર  ભરૃચ જિલ્લાના ૯  અને વડોદરા ગ્રામ્યના ૧ પોલીસ કર્મચારીને વડોદરા રેન્જ આઇ.જી.પી. સંદિપ સિંહ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યા છે.


Google NewsGoogle News