સમા શુક્લનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ,પથ્થરમારોઃ11 પકડાયા

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
સમા શુક્લનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ,પથ્થરમારોઃ11 પકડાયા 1 - image

વડોદરાઃ સમા શુક્લનગર વિસ્તારમાં ગઇ મોડીરાતે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારો થતાં પોલીસે સ્થળ પરથી ૧૧ જણાની અટકાયત કરી હતી.

શુક્લનગર ખાતે આયેશાબીબીની ચાલી નજીક ગઇરાતે બનેલા બનાવમાં જૂની અદાવત કારણભૂત હોવાનું પોલીસે કહ્યું છે.ગઇરાતે કેટલાક યુવકો બાઇક લઇને ગલીમાંથી બૂમો પાડતાં નીકળતાં તેમને ટોકવા જતાં ફરીથી અથડામણ થઇ હતી.

બનાવ અંગે  લઘુમતીકોમની પોલીસ કંટ્રોલરૃમને જાણ કરી તેમના પતિને કેટલાક લોકો મારવા આવ્યા હોવાનું કહેતાં સમા પોલીસની વાન આવી હતી.તે વખતે કેટલાક લોકો દંડા અને તલવાર હાથમાં રાખી હુમલાનો પ્રયાસ કરી રહ્યા હતા અને સામસામે પથ્થરમારો કરી રહ્યા હતા.

સમા પોલીસે તરત જ ઉપરી અધિકારીને જાણ કરી વધુ પોલીસ કાફલો માંગ્યો હતો અને સ્થળ પરથી ૧૧ પુરૃષની અટકાયત કરી હતી.જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરાયા છે.પોલીસે બનાવમાં સામેલ મહિલાઓને પણ નોટિસ આપી છે.


Google NewsGoogle News