મહાકાળી માતાજીના મંદિરમાંથી ૧૧.૭૮ લાખના આભૂષણો અને રોકડની તસ્કરી
પાવાગઢ બાદ માણસા તાલુકાના અમરપુરા ખરણા ગામે આવેલાં
તસ્કરો મંદિરના મુખ્ય દરવાજાનુ તાળું તોડી સીસીટીવી કેમેરાના ડી.વી.આર સહિતની મત્તા ઉઠાવી જતાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા
માણસા,શનિવાર
માણસા તાલુકામાં આવેલ અમરપુરા ખરણા ગામના પ્રસિદ્ધ મહાકાળી
માતાજીના મંદિરમાં ગુરૃવારની રાત્રે અજાણ્યા ચોર ઇસમોએ મંદિરના મુખ્ય દરવાજાના
તાળા તોડી માતાજીના સોના ચાંદીના ઘરેણા દાન પેટીની રોકડ તેમજ સીસીટીવી કેમેરાના
ડી.વી.આર, મોનિટર
સહિત ૧૧,૭૮,૩૦૦ રૃપિયાની
મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે મંદિરના ટ્રસ્ટીએ અજાણ્યા ચોર ઇસમો
વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ
ધરી છે તો ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી
આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક તસ્કરોને ઝડપી પાડવા માટે રજૂઆત કરી હતી.
માણસા તાલુકાના અમરપુરા ખરણા ગામે આવેલ સુપ્રસિદ્ધ અને આ
વિસ્તારના લોકોનું આસ્થાના પ્રતિક એવા મહાકાળી માતાજીના મંદિરે રાત્રિના સમયે
અજાણ્યા ચોર ઈસમો ત્રાટકયા હતા અને ૧૧લાખ ઉપરાંતની માતાની ચોરી કરી પલાયન થઈ ગયા
હતા જે બાબતે મંદિરના ટ્રસ્ટી શંકરભાઈ વેલાભાઈ ચૌધરીએ લખાવેલી ફરિયાદ મુજબ અમરપુરા
ખારણા ગામે આવેલ મહાકાળી માતાજી ના મંદિર ના ટ્રસ્ટી તરીકે તેઓ સેવા આપી રહ્યા છે
અને હિસાબ કિતાબનું કામકાજ તેઓ સંભાળી રહ્યા છે અને આ મંદિરમાં પૂજારી તરીકે
રાજેન્દ્રભાઈ પંડયાને રાખવામાં આવેલ છે જેઓ મંદિરની અંદર જ બનાવેલા મકાનમાં રહે છે
જેમાં ગત ગુરુવારે રાત્રે પૂજારી રાત ૧૧ વાગે મંદિરના મુખ્ય દરવાજા ને તાળું મારી
પોતાના ઘરે સુઈ ગયા હતા ત્યારબાદ રાત્રિના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઇસમો આ મંદિરમાં
ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા અને દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી માતાજીની
મૂતમાં લગાવેલ ૧,૮૬,૦૦૦ રૃપિયાની
કિંમતના ૨ કિલો ચાંદીના નાના-મોટા ૨૦ નંગ સતર, ૯૩,૦૦૦
રૃપિયા ની કિંમત ના એક કિલો ચાંદીના ચાર નંગ પાદુકા,૧૮,૬૦૦
રૃપિયા ની કિંમતના ૨૦૦ ગ્રામ ચાંદીની બે નાની મૂત, ૪૬,૫૦૦
રૃપિયા ની કિંમત ના ચાંદીના ૫૦૦ ગ્રામના ત્રણ લોટા,૪૬,૫૦૦ની
કિંમતનું ૫૦૦ ગ્રામ ચાંદી ની કિંમત નું પારણું,૪૬,૫૦૦ ની
કિંમત ના ૫૦૦ ગ્રામ ચાંદીના ચાર બલૈયા,
૪૬,૫૦૦ની
કિંમતના ૫૦૦ ગ્રામ ચાંદીના બે ઝાંઝર,૨૩,૨૫૦ ની કિંમતના
અઢીસો ગ્રામ ચાંદીના થાળી ગ્લાસ ચમચી,૪,૬૫૦ની કિંમતના ૫૦
ગ્રામ ચાંદીની આંખો નંગ બે,
૩,૭૫,૦૦૦ની કિંમતનો
ચાંદીનો ગરબો સવા ત્રણ કિલોનો એક,૧૮૬૦૦ ની
કિંમત નો એક ચાંદીનો કંદોરો,૩૭,૨૦૦ ની કિંમતના
૪૦૦ ગ્રામ ચાંદીના ચાર કળશ,૪૬,૫૦૦ ની કિંમતમાં
૫૦૦ ગ્રામના આરતી નંગ એક,૧૬૦૦૦
રૃપિયાની કિંમતનો સોનાનો બે ગ્રામનો ટીકો,
૨૪૦૦૦ કિંમતની ત્રણ ગ્રામની સોનાની નથણી બે નંગ તથા બે દાન પેટી માં થી આશરે ૧
લાખ રૃપિયાની રોકડ, ૪૧ હજાર
રૃપિયાની કિંમતના બે નંગ હાર્ડ ડિસ્ક સાથે ડીવીઆર અને ૮૫૦૦નું કિંમતનું મોનિટર મળી
કુલ ૧૧ લાખ ૭૮ હજાર ૩૦૦ રૃપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે પૂજારીએ
ટ્રસ્ટીને જાણ કરતાં તેમણે અન્ય ટ્રસ્ટીઓ સહિત ગ્રામજનોને ચોરી અંગે વાત કરી માણસા
પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી તો મંદિર
ચોરીની આ મોટી ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી ડોગ
સ્પોર્ટ ફિંગરપ્રિન્ટ સહિતની કામગીરી કરી હતી તો આસ્થાના કેન્દ્રમાં આ મહાકાળી
મંદિરના આભૂષણો તેમજ રોકડની ચોરી કરનાર તસ્કરોને તાત્કાલિક ઝડપી પાડવા માટે
ગ્રામજનોએ પોલીસને રજૂઆત કરી હતી જેથી પોલીસે આ તસ્કરો શક્ય એટલી ઝડપે ઝડપાઈ જાય
તે માટે તપાસ હાથ ધરી છે.