વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લોકાર્પણ કરાયેલા પુસ્તકાલયમાં સો વર્ષ જુના અલભ્ય પુસ્તકો

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લોકાર્પણ કરાયેલા પુસ્તકાલયમાં સો વર્ષ જુના અલભ્ય પુસ્તકો 1 - image


- જુના પુસ્તકોની ડિજિટલ કોપી તૈયાર કરીને પુસ્તકાલય ડિજિટાઈઝ બનાવાશે 

વડોદરા,તા.25 સપ્ટેમ્બર 2023,સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આશરે સો વર્ષ જુના પુસ્તકોનું પુનર્જીવન કરી પુસ્તકાલયમાં સ્થાન આપ્યું છે. શિક્ષણ સમિતિની મુખ્ય ઓફિસ ખાતે નવું પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે. જેનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકાલયની વિશેષતા એ છે કે તેમાં રહેલા પુસ્તકો આઝાદી પૂર્વેના અને મહત્વના  છે. આ તમામ પુસ્તકો અંદાજિત સો વર્ષ જૂના છે. આ પૈકીના ઘણા બધા પુસ્તકોને ફરીથી બાઈન્ડીંગ કરાવવામાં આવેલા છે અને નવા સ્વરૂપમાં પુસ્તકાલયમાં રજૂ કરવામાં આવેલા છે. જેમાં શ્રી સયાજી ગૌરવ ગ્રંથ પણ વાંચવા મળશે. એક આના, બે આના, ચાર આના અને દશ પૈસાની કિમતના ઐતિહાસિક અને સયાજીરાવ ગાયકવાડના સમયના પુસ્તકો પણ છે.આગામી સમયમાં જુના પુસ્તકોની સાથે સાથે નવીન પુસ્તકોનો પણ સમાવેશ લાઇબ્રેરીમાં કરવામાં આવશે. આવનાર સમયમાં આ પુસ્તકાલયને ડિજિટલ પુસ્તકાલયના સ્વરૂપમાં પણ નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવશે. અમુક વર્ષો જૂના અલભ્ય પુસ્તકોની એક એક જ નકલ હોવાથી તેના વધુ ઉપયોગથી ફાટી ન જાય અને તમામને વાંચનનો લાભ મળે તે માટે પુસ્તકો ડીજીટાઇઝ કરવામાં આવશે.


Google NewsGoogle News