ગુજરાતના પાટનગર માટે ખુશખબર! સિઝનનો 100% વરસાદ પૂરો, સૌથી વધુ આ તાલુકામાં જળબંબાકાર

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
ગુજરાતના પાટનગર માટે ખુશખબર! સિઝનનો 100% વરસાદ પૂરો, સૌથી વધુ આ તાલુકામાં જળબંબાકાર 1 - image


સૌથી વધારે દહેગામમાં ૧૨૯ ટકા અને સૌથી ઓછો ગાંધીનગર તાલુકામાં ૭૦.૪૬ ટકા વરસાદ

૨૪ કલાકમાં દહેગામમાં ૪, કલોલ- માણસામાં ૩ તો ગાંધીનગર તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ

Gandhinagar Rain and Weather Updates |  ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમૂકીને મહેર કરી રહ્યા છે. તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ૧૦૦ ટકા વરસાદ પડયો છે. આમ વરસાદની અવિરત ગતિ મંગળવાર સુધી ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.ત્યારે જિલ્લામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે. સૌથી ઓછો ગાંધીનગર તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના પાટનગરમાં પણ ૩૨ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.

સમગ્ર રાજ્યમાં જૂન માસના મધ્યના દિવસથી ચોમાસાની મોસમનો વિધિવત રીતે પ્રારંભ થઈ જતો હોય છે.ત્યારે છેલ્લા ઘણા દિવસથી રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને મહેર કરી રહ્યા છે. શ્રાવણ માસ પૂર્ણ થયો છે અને ભાદરવાનો પ્રારંભ થયો છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયેલો છેલ્લા ઘણા દિવસથી અનુભવવા મળ્યો છે અને સમગ્ર જિલ્લામાં મનમૂકીને મેઘમહેર થઈ રહી છે.જેના પગલે અત્યાર સુધીની ચોમાસાની મોસમનો ૧૦૦ ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે.ભેજના પ્રમાણમાં વધારો થવાથી ઉકળાટની સાથે સાથે ગરમીમાંથી રાહત મળી છે.વરસાદી વાતાવરણની અસર જિલ્લા ઉપર વર્તાઈ રહી હોય તે પ્રકારે છેલ્લા ઘણા દિવસથી અનુભવવા મળી રહી છે.તો ગાંધીનગર જિલ્લામાં અઢી મહિનામાં સિઝનનો વરસાદ પડી ચૂક્યો છે.તો બીજી તરફ ગાંધીનગર તાલુકામાં આ વર્ષે શરૃ થયેલી ચોમાસાની મોસમના અઢી મહિનામાં ઓછો વરસાદ નોંધાયો છે.દહેગામ તાલુકામાં સીઝનનો ૧૦૫૭ એમ.એમ એટલે કે ૧૨૯ ટકા તો કલોલ તાલુકામાં ૬૪૪ એમ.એમ એટલે કે ૮૧ ટકા અને માણસા તાલુકામાં ૧૦૧૫ એમ.એમ એટલે ૧૨૭ ટકા જ્યારે ગાંધીનગર તાલુકામાં ૫૦૧ એમ.એમ એટલે કે ૭૦ ટકા વરસાદ પડયો છે.આમ વરસાદી વાતાવરણ વચ્ચે છેલ્લા ઘણા દિવસથી સમગ્ર જિલ્લો પાણીથી તરબતર થઈ ગયો છે.તો બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં ચોમાસાની મોસમનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં ચોમાસાની મોસમનો અત્યાર સુધીમાં ૩૨ ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.

પાટનગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે બે ઇંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગર શહેરમાં સોમવારે બપોર બાદ બદલાયેલા હવામાનના પગલે વરસાદ પડયો હતો. ત્યારે આ વાતાવરણની અસર રાત્રિના સમયે પણ અનુભવવા મળી હોય તે પ્રકારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ સમગ્ર શહેરમાં વીજળીના ચમકારા અનુભવવા મળ્યા હતા અને નગરજનો પણ ગભરાઈ ગયા હતા. તો બીજી તરફ રાત્રિના સમયે શહેરમાં ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના પગલે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા.


Google NewsGoogle News