Get The App

રક્ષાબંધનના કારણે એસટી ડેપો પર ભીડ, વધારાની 100 બસો મૂકાઈ

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News

રક્ષાબંધનના કારણે એસટી ડેપો પર ભીડ, વધારાની 100 બસો મૂકાઈ 1 - image

વડોદરાઃ રક્ષાબંધન પર્વના કારણે છેલ્લા બે દિવસથી બહારગામ જવા માટેનો ધસારો વધી ગયો છે અને આજે તો વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપો પર પગ મૂકવાની જગ્યા ના મળે તેવી સ્થિતિ હતી.

રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા એસટી ડિવિઝન દ્વારા અલગ અલગ રુટો માટે ૧૦૦ વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.જોકે દર વખતની જેમ આ વખતે પણ વધારાની બસો હોવા છતા લોકોને બેસવા માટે જગ્યા ના મળે તેવી સ્થિતિ છે.

એસટી વિભાગના સૂત્રોનું કહેવું છે કે, સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, અમદાવાદ, પંચમહાલ,મહીસાગર અને દાહોદ તરફ વધારે ટ્રાફિક હોય છે.વધારાની બસોને આ રુટ પર મૂકવામાં આવશે અને મુસાફરો માટે ૨૪ કલાક બસો ચાલે તેવુ આયોજન કરવામાં આવી રહ્યું છે.

જોકે એસટી ડેપો પરના ધસારાના કારણે ખાનગી વાહન ચાલકોને ઘી કેળા થઈ ગયા છે.તહેવારોની સીઝનનો લાભ લેવા માટે શહેરમાંથી વિવિધ સ્થળોએ જવાના એન્ટ્રી પોઈન્ટ પર ખાનગી વાહન ચાલકો મુસાફરોને બેસાડવા માટે સામાન્ય કરતા બમણું ભાડું પણ વસુલ કરી રહ્યા છે.


Google NewsGoogle News