ગિફ્ટસિટી પાસે 4.5 કિમીના રિવરફ્રન્ટ માટે 100 કરોડની જોગવાઇઃ600 કરોડનો પ્રોજેક્ટ
સાબરમતી નદીને સજીવન કરીને નવું આકર્ષણ ઉભુ કરાશે
૯૦૦થી ૩૩૦૦ એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટસિટીને પ્લાન્ડ ગ્રીનસિટી તરીકે વિકસાવાશેઃ'ફિન ટેક હબ'ની સ્થાપના માટે રૃા.૫૨ કરોડની જોગવાઇ
ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ઉભરી રહી છે. ૯૦૦
એકરથી ૩૩૦૦ એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીનસિટી તરીકે વિકસાવવામાં
આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની 'સપનાનાં
શહેર'તરીકે
આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને 'વોક ટુ વર્ક','લિવ-વર્ક-પ્લે
કમ્યુનિટી'ની
કલ્પના સાકાર થશે. આ વિકાસ કાર્યોમાં ૪.૫ કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી
સવલતો, મેટ્રો
કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે.
ત્યારે આજે નાણામંત્રીએ રજુ કરેલા વર્ષ ૨૦૨૪-૨૫ના
અંદાજપત્રમાં ગિફ્ટસિટીની અલાયદી જોગવાઇઓ કરવામાં આવી હતી. ખાસ કરીને ગિફ્ટસિટી
ખાતે 'ફિન-ટેક
હબ'ની સ્થાપના
કરવામાં આવશે જેના માટ રૃપિયા ૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર
ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે પણ બજેટમાં રૃપિયા
૧૦૦ કરોડની જોગવાઈ હાલ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંગે મળતી માહિતી પ્રમાણે સાડા
ચાર કિલોમીટર લાંબા રીવરફ્રન્ટને ડેવલોપ કરવા માટે ૬૦૦ કરોડથી પણ વધુ રૃપિયાનો
ખર્ચ અંદાજવામાં આવ્યો છે.ગિફ્ટસિટીથી પીડીપીયુ સુધી નદીની બન્ને બાજુ પ્રોટેક્ટેડ
વોલ બનાવીને ત્યાં વોક વે સહિતની અન્ય સુવિધા રહેશે.પ્લાન પ્રમાણે અહીં બન્ને બાજુ
વોલ બનાવીને અંદર તથા બાહરની બાજુ રોડ બનાવવામાં આવશે તથા વિવિધ એડવેન્ચર્સ રાઇડ્સ,રેસ્ટોરન્ટ, બોટીંગ સહિતની
સુવિધા આગામી દિવસોમાં અહીં આકાર લેતી જોવા મળશે. જેના માટે આગામી વર્ષોના બજેટમાં
વધુ નાણાની ફાળવણી પણ તબક્કાવાર કરવામાં આવશે.