પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગરૃમમાં EVM પર 100 કેમેરા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ નજર રાખશે
વડોદરાઃ પોલિટેકનિક કોલેજ ખાતે બનાવેલા સ્ટ્રોંગરૃમમાં ઇવીએમ ખસેડવાની કામગીરી રાત સુધી ચાલી હતી.પોલીસ કમિશનરે સ્થળ પર પહોંચી બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું.
વડોદરા લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગરૃમમાં ઇવીએમ-વીવીપેટ ગોઠવવામાં આવ્યા હતા.આગામી તા.૪ જૂને મતગણતરી થાય ત્યાં સુધી કોઇ પણ ચૂક ના રહે તે માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોસ ર્(સીએપીએફ)નું એક પ્લાટુન સ્ટ્રોંગરૃમ પર રહેશે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આજે મોડી સાંજે પોલિટેકનિક કોલેજની મુલાકાત લઇ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું.ેતેમણે કહ્યું હતું કે,મતગણતરી ના થાય ત્યાં સુધી પોલીસ સંપૂર્ણ સજ્જ રહેશે.સ્ટ્રોંગરૃમ ફરતે સૌથી પહેલાં સીએપીએફનું પ્લાટુન અને ્ત્યારબાદ બહારના ગેટ પાસે એસઆરપીનું એક પ્લાટુન અને છેલ્લે સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત જાળવશે.
આ માટે એક પીઆઇ અને સ્ટાફશિફ્ટ પ્રમાણે સ્ટ્રાંગરૃમ પર ફરજ બજાવશે. જ્યારે, ૧૦૦ જેટલા કેમેરાથી સમગ્ર બિલ્ડિંગને આવરી લેવામાં આવી છે.આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે.