ચાર્જ નહીં ભરનારા ગોરવા શાકમાર્કેટના 10 જેટલા ઓટલાવાળાને પતરા મારીને સીલ કરાયા

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ચાર્જ નહીં ભરનારા ગોરવા શાકમાર્કેટના 10 જેટલા ઓટલાવાળાને પતરા મારીને સીલ કરાયા 1 - image


Vadodara Corporation : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા શાકમાર્કેટમાં અસહ્ય ગંદકી સહિત શાકભાજીના ગેરકાયદે લારી-ગલ્લા ગોઠવાઈ જતા પાલિકા તંત્ર દ્વારા શાકમાર્કેટને સીલ કરી દેવાની કાર્યવાહી કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર ગુરુવાર ખાતે પાલિકા દ્વારા શાકમાર્કેટ બનાવવામાં આવ્યું છે. આ શાક માર્કેટમાં બનાવેલા ઓટલા અંગે નિયત ચાર્જ પણ પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. જોકે કેટલાય ઓટલાવાળા પાલિકા દ્વારા નક્કી કરાયેલો ચાર્જ ભરતા ન હતા. પરિણામે આજે પાલિકા તંત્રની ટીમ ગોરવા શાકમાર્કેટ ખાતે પહોંચી ગઈ હતી. આ શાક માર્કેટમાં જે ઓટલાવાળા હોય પાલિકાએ નક્કી કરેલો નિયત ચાર્જ ભર્યો નથી તેવા શાકભાજીવાળાના ઓટલા ચારે બાજુથી પતરા મારીને સીલ કરી દેવાયા છે. 

પાલિકા તંત્રની ટીમ દ્વારા પતરા મારવાની કામગીરી વખતે લોકો તમાશો જોવા એકત્ર થયા હતા. પાલિકા તંત્ર દ્વારા 10 જેટલા શાકભાજીના ઓટલાને પતરા મારીને સીલ કરી દેવાયા છે.


Google NewsGoogle News