Get The App

1 કરોડના મકાનની હરાજી રોકાવાના નામે બલવિન્દરે મિત્ર પાસે 10 લાખ પડાવ્યા

બલવિન્દરસિંઘે પોરના યુવક સાથે પણ લોનના હપ્તાના સેટલમેન્ટના નામે ઠગાઇ કરી

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
1 કરોડના મકાનની હરાજી રોકાવાના નામે બલવિન્દરે મિત્ર પાસે 10 લાખ પડાવ્યા 1 - image

વડોદરાઃ મકાનની હરાજી રોકવા માટે મિત્ર પાસે રૃ.૧૦ લાખની મદદ લીધા બાદ રકમ પરત નહિં કરનાર બલવિન્દરસિંઘ સામે ફતેગંજ પોલીસે ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી છે.

વાઘોડિયારોડ ઉમા ચારરસ્તા પાસે ઇન્દ્ર પ્રસ્થ કોમ્પ્લેક્સમાં રહેતા અને નીચે જ મેડિકલ સ્ટોર ધરાવતા નાગાર્જુન ચતુર્વેદીએ પોલીસને કહ્યું છે કે,સિધ્ધેશ્વર સાઇટના મારા મિત્ર સુરેશ પાનસુરિયા મારફતે મારે બલવિન્દરસિંઘ સંધુનો પરિચય થયો હતો.

મારા મિત્ર સુરેશભાઇએ કહ્યું હતું કે,બલવિન્દરસિંઘે તેના મકાન પર લોન લીધી હતી.જે લોન ભરપાઇ નહિં થતી હોવાથી બેન્ક દ્વારા મકાનની હરાજી કરવામાં આવનાર છે.બલવિન્દરસિંઘ પણ હાજર હોવાથી તેણે પણ મને કહ્યું હતું કે,જો મકાનના હપ્તા નહિં ભરાય તો મારૃં રૃ.એક કરોડના મકાનની સસ્તામાં હરાજી થઇ જશે.જેથી રૃ.૧૦ લાખની મદદ કરો.

નાગાર્જુને કહ્યું છે કે,મકાનની હરાજી રોકવા માટે ગઇ તા.૧૧મી સપ્ટેમ્બરે મેં આરટીજીએસ મારફતે બલવિન્દરને રૃ.૧૦.૦૫૮ લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ તેણે આ રકમ  પરત કરવા માટે ગલ્લાંતલ્લા કરવા માંડયા હતા અને વાત કરવાનું પણ બંધ કર્યું હતું.ફતેગંજ પોલીસે આ અંગે ગુનો નોંધી બલવિન્દરની પૂછપરછ હાથ ધરી છે.

બલવિન્દરસિંઘે પોરના યુવકને લોનના હપ્તાનું સેટલ કરવાના નામે રૃપિયા ખંખેર્યા

વડોદરા નજીક પોર ખાતે રહેતા અને હેરસલૂન ધરાવતા હરિકૃષ્ણભાઇએ પોલીસને કહ્યું છે કે,મારે ધંધો વિકસાવવો હોવાથી વર્ષ-૨૦૨૦માં આઇડીએફસી બેન્કમાંથી રૃ.૬.૪૫ લાખની સાત વર્ષ માટે લોન લીધી હતી.જેના ૨૯ હપ્તા ભર્યા બાદ બાકીના હપ્તા નહિં ભરાતાં રીકવરી માટે અધિકારીઓ આવતા હતા.

એપ્રિલ-૨૦૨૩માં હું બેન્કમાં સેટલમેન્ટ કરવા મેનેજરને મળવા ગયો ત્યારે બેન્કમાં બલવિન્દરસિંઘનો પરિચય થયો હતો અને તેણે મને મેનેજર મિત્ર છે તેમ કહી સેટલમેન્ટ કરી આપવાના નામે રૃ.૫૦ હજાર લીધા હતા.પરંતુ ત્યારપછી કોઇ સેટલમેન્ટ થયું નથી.જેથી ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News