Get The App

પાણીની આવક વધતા નર્મદા ડેમના ૧૦ ગેટ ફરી ખોલ્યા

હાલ ડેમની સપાટી ૧૩૮.૩૧ મીટર

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
પાણીની આવક વધતા નર્મદા ડેમના ૧૦ ગેટ ફરી ખોલ્યા 1 - image

રાજપીપળા,સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી આજે સાંજે ૧૩૮.૩૧ મીટર નોંધાઈ હતી. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધરખમ વધારો થયો હતો. બપોરે ૬૮ હજાર ક્યુસેક આવક હતી, જ્યારે સાંજે વધીને ૨,૩૪,૪૪૮ ક્યુસેક થઈ હતી. જેથી ડેમના ૧૦ દરવાજા ફરી ૧૦ મીટર ખોલવામાં આવ્યા છે.

જોકે સવારથી જ પાણીની આવકમાં વધઘટ નોંધાઈ રહી છે. ડેમની સપાટી ૧૩૮.૩૧ મીટર થઈ છે, ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. ડેમ તેની મહત્તમ સપાટી પર પહોંચે તે માટે હજી ૩૭ સેમી બાકી છે. નર્મદા નદીમાં કુલ ૧,૨૨,૦૯૫ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.


Google NewsGoogle News