સમા માં SMC નો દરોડોઃ સૂત્રધાર જીતુ મારવાડી સહિત 10 પકડાયાઃ5લાખની મત્તા કબજે
વડોદરાઃ સમા નવીનગરી વિસ્તારમાં જીતુ મારવાડીનો દારૃનો ધંધો ચાલતો હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે સવારે દરોડો પાડી સૂત્રધાર જીતુ સહિત ૧૦ જણાને ઝડપી પાડયા હતા.પોલીસે રૃ.૩૬ હજારની કિંમતની દારૃની ૨૪૮ બોટલ,૨૨ વાહનો, રોકડા રૃ.૧.૨૯ લાખ અને ૧૪ મોબાઇલ મળી કુલ રૃ.૫.૧૭ લાખની મત્તા કબજે કરી હતી.જો કે આ બનાવમાં રાત સુધી સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ નહતી.
સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પકડાયેલાઓની માહિતી આ મુજબ છે. (૧) જીતુ ઉર્ફે લાલો રાજુભાઇ મારવાડી(નવી નગરી,સમા)(૨) ભુરીયો રાહુલ મનુભાઇ (નહેરુ નગર,બાજવા-કસ્ટમર)(૩) સોલંકી મહેન્દ્ર ધુળાભાઇ (સત્યમનગર,સમા-કસ્ટમર) (૪) જીતેન્દ્ર દત્તાત્રય કદમ(સંતોષનગર, સુભાનપુરા-કસ્ટમર)(૫) જબરમલ લુનારામ કુમાવડી(સાંઇ સરદાર રેસિડેન્સી,માંજલપુર- કસ્ટમર)(૬) રોહિત રઘુભાઇ વાઘેલા (ખોડિયાર નગર ચાર રસ્તા,ન્યુ વીઆઇપી રોડ-કસ્ટમર)(૭) મીના દિનેશભાઇ જીવરામ (વુડા વસાહત,અગોરા મોલ પાછળ, કારેલીબાગ-સમારોડ-કસ્ટમર) (૮) મનદીપ કિર્તીભાઇ શાહ (શિલ્પ સોસાયટી, આજવારોડ-કસ્ટમર)(૯) પઢિયાર અમરસિંહ ભાઇલાલભાઇ(નવી નગરી,સમા- કસ્ટમર) અને (૧૦) રાણા માનવ રાજુભાઇ (હરિનગર,સોખડા-કસ્ટમર)નો સમાવેશ થાય છે.
આ ગુનામાં પોલીસે દારૃનો જથ્થો સપ્લાય કરનાર વિકાસ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો છે.